નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા પર પાકિસ્તાની હૉટ એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના કન્ટ્રૉવર્સીયલ નિવેદનના કારણે ટ્રૉલ થઇ રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ કહી રહી કે 'અલ્લાહની આભારી છું મને દીકરી નથી આપી' - અભિનેત્રીનુ આ વલણ તેના ફેન્સને પસંદ નથી આવી રહ્યું, અને ટ્રૉલિંગનો શિકાર થવુ પડ્યુ છે.
કહેવાય છે કે જેના ઘરે દીકરીઓ જન્મે છે તે ભાગ્યશાળી હોય છે. જે ઘરમાં દીકરીઓનો જન્મ થાય છે તે લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે. જો કે આજે પણ દુનિયામાં કેટલાક એવા લોકો છે જે દીકરીઓને બોજ માને છે. આ યાદીમાં પાકિસ્તાની અભિનેત્રી સાહિબા અફઝલનું નામ પણ સામેલ છે. સાહિબા અફઝલે દીકરીઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. સાહિબા તેના નિવેદનને કારણે ઘણી ટ્રોલ થઈ રહી છે. માત્ર સોશિયલ મીડિયા યુઝર્સ જ નહીં. પાકિસ્તાની સેલેબ્સ પણ સાહિબાની ટીકા કરી રહ્યા છે.
ખરેખરમાં, પાકિસ્તાની સેલિબ્રિટી કપલ એક શૉમાં સાથે જોવા મળ્યા હતા, અહીં તેમને ડિસ્કશન દરમિયાન આ વાત કહી હતી. કપલ્સ અફઝલ ખાન અને તેની પત્ની સાહિબા અફઝલ પોતાના બે દીકરા સાથે નિદા યાસીરના સહરી શો ગુડ મોર્નિંગ પાકિસ્તાનમાં સાથે આવ્યા હતા.
અહીં એક્ટ્રેસ સાહિબા અફઝલે કહ્યું કે, તે ક્યારેય દીકરીઓ ઇચ્છતી ન હતી. સાહિબાએ પોતે કહ્યું કે હું ખુશનસીબ છું કે મને દીકરી નથી.. અલ્લાહે મને બે દીકરા આપ્યા છે. જોકે, પત્નીની વાતથી બિલકુલ વિપરિત અફઝલ ખાને કહ્યું હતુ કે જયારે હું મારા પાર્ટનર શાન શાહિદ અને સઈદ યુસુફની દીકરીઓ સાથે સુંદર બોન્ડ જોઉં છું. ત્યારે હું પણ તે અનુભવ મેળવવા ઈચ્છું છું. હું હંમેશા ઈચ્છતો હતો કે મારે દીકરી હોય.
સાહિબા અફઝલના આ નિવેદન પાછળ તર્ક રહેલો છે, હિબાએ કહ્યું હું દીકરી નથી ઈચ્છતી કારણ કે દુનિયામાં મહિલાઓને તેમની પસંદગી પર કોઈ સ્વતંત્રતા નથી.જેના લીધે તેઓને હમેશા તેમની કિસ્મતના લીધે ડર રહે છે. હું હમેશા એવું જ ઇચ્છતી હતી કે મારે દીકરો હોય અને અલ્લાહે પણ મારી અરજી સાંભળી અને મને દીકરી ના આપી. કેમ કે દીકરી સૌથી વધુ દબાણનો સામનો કરે છે. આખું જીવન તે પોતાની રીતે નથી જીવી શકતી. પહેલા માતાપિતાનું દબાણ. પછી પતિનું દબાણ. તેની પોતાની કોઈ ઈચ્છા જ નથી હોતી. દીકરીઓનું પોતાનું કોઈ જીવન જ નથી હોતું.