પાકિસ્તાની હીરોઈન વીણા મલિકે તેનાં ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘આતંકવાદી અને હત્યારા કુલભૂષણ જાધવ પ્રત્યે કોઇ નરમાશ ન વરતવી જોઇએ. જે આપ વાવો છો તે જ આપ કાપો છે. તો ભારતનાં જાસૂસ અને આતંકવાદીઓમાં એક ઉદહારણ આપવા માટે વાઘા બોર્ડર પર કુલભૂષણ જાધવને ફાંસી આપવી જોઇએ.’ વીણા મલિકની આ ટ્વિટની ખુબ ચર્ચા થઈ રહી છે અને લોકોએ વીણા મલિકને મનફાવે એવા શબ્દો કહ્યાં છે.
વીણા મલિકને કોઇએ ‘બિગ બોસ’માં તેનાં વિવાદિત દિવસોની યાદ અપાવી તો કોઇએ તેને પાકિસ્તાનની પનૌતી કહેવાનું શરૂ કર્યું. તો ઘણાં આ મામલે વીણા મલિકને અભદ્ર શબ્દો પણ કહ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર ઘણાં મીમ્સ પણ શેર થવા લાગ્યાં છે. જોકે આટલી હદે ટ્રોલ થવા છતાં હજું વીણા મલિક તરફથી કોઇ જ પ્રતિક્રિયા આવી નથી.