ન્યૂજર્સીઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ઘણી જાણીતી છે. તે ગ્લોબલ આઇકન બનીને દેશનું નામ રોશન કરી રહી છે. તે શનિવારે લોસ એન્જલ્સમાં બ્યૂટીકોલ ઈવેન્ટમાં હાજર રહી હતી. સ્ટેજ પર જ્યારે પ્રિયંકા ચોપરા પોતાની વાત કહેતી હતી, તે સમયે એક પાકિસ્તાની યુવતી એક્ટ્રેસ પર ગુસ્સે થઈ હતી અને તેને દંભી કહી હતી. જોકે, પ્રિયંકાએ આ આખી પરિસ્થિતિને ઘણી જ સારી રીતે હેન્ડલ કરી હતી.




એક્ટ્રેસે માર્ચ મહિનામાં એક ટ્વીટ કરી હતી અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી, જેને લઈ પાકિસ્તાની યુવતી ભડકી હતી. યુવતીએ પ્રિયંકાને યુનાઈટેડ નેશન્સ ગુડવિલ એમ્બેસેડર ગણાવીને તેની વિવાદિત ટ્વિટ પર સવાલ ઉઠાવ્યો હતો. પ્રિયંકાએ તેના ટ્વિટમાં લખ્યું હતું કે જય હિંદ, Indian Armed Forces.


યુવતીએ કહ્યું હતું કે તમે શાંતિ જળવાઈ રહે તે માટે યુનાઈટેડ નેશન્સના ગુડવિલ એમ્બેસેડર છો. તમે પાકિસ્તાનમાં ન્યૂક્લિયર યુદ્ધને ભડકાવી રહ્યાં છો. તમારે કોઈ પણ રીતે આમાં સામેલ થવું જોઈએ નહીં. એક પાકિસ્તાની તરીકે તેના જેવા લાખો લોકો તમને પસંદ કરે છે અને તમારા બિઝનેસમાં સપોર્ટ કર્યો છે. યુવતી વાત કરતાં અચાનક જ ચૂપ થઈ જાય છે. આ દરમિયાન પ્રિયંકાએ કહ્યું હતું કે તમે બોલતા રહો, તે સાંભળે છે.



યુવતીની વાત પૂરી થયા બાદ પ્રિયંકાએ કહ્યું હતું, ‘મારા ઘણાં મિત્રો પાકિસ્તાની છે અને હું ભારતથી છું. યુદ્ધ એક એવી વસ્તુ છે, જે હું વધુ પસંદ કરતી નથી પરંતુ હું એક રાષ્ટ્રભક્ત છું. આથી જ હું માફી માગીશ કે જો મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય.’ વધુમાં પ્રિયંકાએ કહ્યું હતું, ‘મન લાગે છે કે આપણાં તમામની પાસે એક મિડલ ગ્રાઉન્ડ હોય છે, જેના પર આપણે તમામે ચાલવું જોઈએ. ઠીક એવી જ રીતે જે તમે કરો છો. જે રીતે તમે મારા પર પણ હમણાં ગુસ્સે થયા.. ગુસ્સે ના થશો. આપણે અહીંયા પ્રેમ માટે આવ્યા છીએ.’

ડિન જોન્સે પસંદ કરી ઓલ ટાઇમ T20 ઈલેવન, સચિન-કોહલીના બદલે આ ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન, જાણો વિગત

IND vs WI: આજે બીજી વન ડે, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત

સુરેશ રૈનાએ  ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે