નવી દિલ્હીઃ ફિલ્મ અને ટેલીવિઝન અભિનેત્રી પલ્લવી જોશીની સાથે છેતરપિંડી થઈ છે. યૂરોપમાં ટેક્સીમાં પ્રવાસ કરવા દરમિયાન પેમેન્ટ કર્યા બાદ એક્ટ્રેસે ફરિયાદ કરી કે તેના ક્રેડિટ કાર્ડથી 156 યૂરો (લગભગ 12,000 રૂપિયા) ઉપડી ગયા. એક્ટ્રેસ તરફતી 5 જુલાઈના રોજ રાત્રે ફ્રોડ ટ્રાન્ઝેક્શન વિરૂદ્ધ એલર્ટ મળ્યા બાદ 6 જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ વર્સોવા પોલીસે જોશીને ક્રેડિટ કાર્ડ જારી કરનાર બેંક પાસેથી ફ્રોડ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી માગી છે.




પલ્લવી જોશી અંધેરીમાં પોતાના સેવેન બંગ્લોવાળા ઘર પર હતી, અને તેના કાર્ડનો દુરુપયોગ 5 જુલાઈના રોજ કરવામાં આવ્યો હતો. જોશીએ ફરિયાદમાં કહ્યું કે, તેના પાંચથી છ એસએમએસ એલર્ટ મળ્યા છે, અને કપાયેલી રકમ યૂરોમાં હતી. તેણે કહ્યું, “મેં બેકને જાણ કર્યા બાદ કાર્ડ બ્લોક કરાવ્યું છે.” જોશીએ એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે, મારા ક્રેડિટ કાર્ડ પર 12,000 રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા છે.

વર્શોવા પોલીસના સીનિયર ઇન્સપેક્ટર રવિન્દ્ર બડગુજરે મીડિયા સાથે આ મામલે પુષ્ટિ કરી છે કે પોલીસે આઈપીસી અને આઈટી અધિનિયનની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.