મુંબઈઃ સૈફ અલી ખાને હાલમાં જ ભારતને લઈને એક નિવેદન આપ્યું હતું, ત્યાર બાદ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. હવે એક્ટ્રેસ કંગના રનૌતે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.


એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું, ‘એ સાચું નથી. જો ભારત ન હતું તો મહાભારત ક્યાંથી? 5 હજાર વર્ષ જૂનું જે એક મહાકાવ્ય લખાયું છે તે ક્યાંથી? પછી વેદવ્યાસે શું લખ્યું હતું. કેટલાક લોકો છે જેમણે જે શૂટ કરે છે તેને જ ધારણા બનાવી લે છે.’

કંગનાએ આગળ કહ્યું કે, કેટલાક લોકો પોતાના એ જ વિચાર રાખે છે જે તેમને યોગ્યલાગે છે પરંતુ મહાભારતમાં શ્રીકૃષ્ણએ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો છે કે, ભારત તે સમયે પણ હતું. તેમણે કહ્યું કે, જૂના સમયમાં પણ અલગ અલગ રાજા એક સમાન ઓળખ માટે લડ્યા જેને ‘ભારત’ કહેવામાં આવતું હતું.

એક વખત ફરી ‘પંગા’થી સિલ્વર સ્ક્રીન પર આવવા માટે તૈયાર કંગનાએ કહ્યું કે, કેટલાક લોકો હજુ પણ ભાગલાવાદની વાત કરે છે જે ખોટું છે. તેણે કહ્યું કે, ભારતનું વિભાજન એક એવી ઘટના હતી જે ઘટી ઘણાં સમય પહેલા પણ લોકો હજુ પણ તેનો સામનો કરી રહ્યા છે.

નોંધનીય છે કે, પોતાની આગામી ફિલ્મ ‘પંગા’માં કંગના એક કબડ્ડી પ્લેયરની ભૂમિકા ભજવી રહી છે. અશ્વિની અય્યર તિવારીના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મમાં કંગનાની સાથે રિચા ચડ્ઢા, જસ્સી ગિલ અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.