Pathaan Box office Collection: 21 દિવસ બાદ પણ ‘પઠાન’નો ક્રેઝ યથાવત, વેલેન્ટાઇન ડે પર બમ્પર કમાણી

સિદ્ધાર્થ આનંદના ડાયરેકશનમાં બનેલ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર પઠાન બોલિવૂડની સુપર સક્સેસફુલ ફિલ્મ બની ચૂકી છે. 4 વર્ષના લાંબા બ્રેક બાદ ફિલ્નો ક્રેઝ હુજ પણ ઓડિયન્સ પર સવાર છે.

Continues below advertisement

Pathaan Box office Collection:સિદ્ધાર્થ આનંદના ડાયરેકશનમાં બનેલ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર પઠાન બોલિવૂડની સુપર સક્સેસફુલ ફિલ્મ બની ચૂકી છે. 4 વર્ષના લાંબા બ્રેક બાદ કિંગખાનની ફિલ્મ કમબેક કર્યુ છે. આ ફિલ્મનો ક્રેઝ હુજ પણ ઓડિયન્સ પર સવાર છે. વેલેન્ટઆઇના દિવસે પણ ફિલ્મે સારૂ કલેકશન કર્યું., આ એક એકશન ફિલ્મ હોવા છતાં પણ પ્રેમના દિવસે તેને સારો પ્રતિભાવ મળ્યો,. પઠાન ફિલ્મે વેલેન્ટાઇનના દિવસે ધુવાંધાર કમાણી કરી છે.

Continues below advertisement

21મા દિવસે 'પઠાણે' કેટલી કમાણી કરી?

શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' એ ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. કલેક્શનની વાત કરીએ તો 'પઠાણ'એ રિલીઝના પહેલા જ દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારથી 'પઠાણ' બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે અને ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે.  'પઠાણ'ની 21મા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. સૈકનિલ્કના  રિપોર્ટ અનુસાર, 'પઠાણ'એ તેની રિલીઝના 21માં દિવસે 5.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મની કુલ કમાણી હવે 498.90 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

500 કરોડની ક્લબમાં સામેલ થશે 'પઠાણ'

સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર 'પઠાણ'એ દંગલ, કેજીએફ ચેપ્ટર 2, ધ કાશ્મીર ફાઇલ્સ અને અન્ય ઘણી ફિલ્મોના લાઇફટાઇમ કલેક્શન રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી આ ફિલ્મ હવે 500 કરોડની ક્લબમાં સામેલ થવાથી થોડાક જ ડગલાં દૂર છે. 'પઠાણ'ની કમાણીની ગતિ જોતા આ જાદુઈ આંકડાને પાર કરવો ફિલ્મ માટે જરાય મુશ્કેલ નથી. અને વર્લ્ડ વાઈડ ફિલ્મ 1000 કરોડની ક્લબમાં સામેલ થવાથી માત્ર થોડા જ ડગલાં દૂર છે.

વેલેનટાઈન ડે પર રેડ બિકિનીમાં ઉર્ફીનો કાતિલ અંદાજ થયો વાયરલ, જુઓ વીડિયો

એક્ટ્રેસ મોડલ અને સ્ટાર ઉર્ફી ફરી ચર્ચામાં છે.  ‘બિગ બોસ ઓટીટી’ થી મશહૂર ઉર્ફી જાવેદ (Uorfi Javed) સતત પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં છે.

એક્ટ્રેસ મોડલ અને સ્ટાર ઉર્ફી ફરી ચર્ચામાં છે.  ‘બિગ બોસ ઓટીટી’ થી મશહૂર ઉર્ફી જાવેદ (Uorfi Javed) સતત પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં છે. ફરી એક વખત ઉર્ફી જાવેદે પોતાનો કાતિલ અંદાજ બતાવ્યો છે. વેલેનટાઈન ડે પર ઉર્ફી જાવેદે રેડ કલરની બિકિનીમાં હોટ પોઝ આપતો વીડિયો શેર કરી સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દિધો છે. 

તે પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળે છે. ક્યારેક તે રિવીલિંગ ડ્રેસથી લાઇમલાઇટમાં રહે છે, તો ક્યારેક તે વિચિત્ર કપડાં પહેરીને લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, આ અવસર પર અભિનેત્રીએ પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, ઉર્ફી લાલ બિકીનીમાં તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. લાલ બિકીનીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે અનોખું બિકીની ટોપ પહેર્યું છે,  ઉર્ફીએ તેના વાળ ખુલ્લા રાખ્યા અને ગ્લોઇંગ મેકઅપથી તેની સુંદરતામાં વધારો કર્યો.

વિડીયો જોયા બાદ ચાહકો ઉર્ફીના પ્રેમમાં પડી ગયા હતા

તેનો ગ્લેમરસ વિડીયો શેર કરતા ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું, “વિક્ટોરિયા  સિક્રેટ મોડલ જેવી લાગણી. બધાને હેપ્પી વેલેન્ટાઈન ડે." ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ અભિનેત્રીને 'લાલ પરી' કહી, તો કેટલાક તેની સ્ટાઈલના પ્રેમમાં પડી ગયા અને સુંદર, ખૂબસૂરત જેવી કોમેન્ટ કરવા લાગ્યા.

ઉર્ફી જાવેદ હવે ફેશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયું છે. તે પોતાના અનોખા ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે. જોકે, ઉર્ફીમાં એક એવી ક્ષમતા છે, જે ભાગ્યે જ કોઈની પાસે હશે. ઉર્ફી કંઈપણથી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળે છે.  આ કારણે ઘણી વખત તે ટ્રોલ પણ થાય છે.

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola