નવી દિલ્હીઃ અવાર નવાર એવી ખબરો સામે આવતી રહે છે કે હીરો કે હીરોઈન સેટ પર જ ઘાયલ થઈ ગયા. કારણ કે કોઈ સીનને લઈ કે પછી કોઈ દુર્ઘટનાં ઘટવાને કારણે શરીરને ઈજા થતી હોય છે. તો હાલમાં એક એવી જ ખબર આવી રહી છે 16 વર્ષની અભિનેત્રી વિશે. ટીવી હીરોઈન અશનુર કૌરને લઈ એક ખરાબ સમાચાર આવ્યા છે. માહિતી મળી છે કે ટીવી સિરિયલ પટિયાલા બેબ્સનું શુટિંગ ચાલતું હતું અને સીડી પરથી પડી ગઈ માટે ઘાયલ થઈ ગઈ. અકસ્માતની આ ઘટના ત્યારે બની જ્યારે સેટ પર એક સીન માટે અશનૂર સીડી પર ઉભી હતી. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે પડી ગઈ. આ ઘટના વિશે વાત કરતાં અશનૂરે કહ્યું, ‘આ ઘટના એટલી ઝડપથી બની કે થોડીવાર માટે તો મને સમજાયું જ નહીં કે આખરે શું થઈ ગયું. હું સીડીથી નીચે પડી અને મારા નાક-પગમાં ઈજા પહોંચી’. એક ઈન્ટરવ્યૂમાં તેણે આ ઘટનાં વિશે કહ્યું કે, મને થોડી વાર કશું ખબર જ ના પડી. હું કેટલાંય પગથિયા પર દડી ગઈ અને નાક તેમજ પગમાં લાગ્યું છે. દુર્ઘટનાં જીવનનો એક ભાગ છે એના માટે થઈને શો બંધ ન કરી શકુ. અશનૂરે આગળ રેસ્ટ બાદ ફરી કામ પરત ફરવાના અને શૂટિંગ શરૂ કરવાના નિર્ણય વિશે વાત કરતાં કહ્યું કે, ‘મને લાગે છે કે કામ થતું રહેવું જોઈએ અને આવી ઘટનાઓ તો જીવનનો એક ભાગ છે, તેથી આવા કારણોસર કામને રોકી શકાય નહીં’. અશનૂર ઝાંસી કી રાણી, સાથ નિભાના સાથિયા, દેવો કે દેવ મહાદેવ, બડે અચ્છે લગતે હૈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી સીરિયલ્સનો ભાગ રહી ચૂકી છે. તેણે બોલિવુડની ફિલ્મ મનમર્જિયા અને સંજૂમાં પણ કામ કર્યું છે.