Anjali Arora: ટીવીની સ્ટાર એક્ટ્રેસમાં ગણતરી થાય છે એવી અંજલિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કંગના રનૌતના શૉ લૉક અપમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસની તસવીરોએ ધમાલ મચાવી છે. કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોડા (Anjali Arora) પોતાના રીલ્સ વીડિઓ અને તસવીરોથી ફેન્સ સાથે કનેક્ટ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર અંજલિ અરોડાના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે, જેના વીડિયો અને તસવીરો ફેન્સને ઘાયલ કરી દે છે.


આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાની એકદમ ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં પોતાનો સિઝલિંગ લૂકને ફ્લૉન્ટ કરી રહી છે. તસવીરોમાં જોઇ શકાય છે કે, અંજલિ અરોડા બેડ પર સુતા સુતા સેક્સી પૉઝ આપી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને ઘાયલ કરી રહ્યો છે. હંમેશાની જેમ અંજલિ અરોડાનો આ અંદાજ પણ એકદમ બૉલ્ડ છે. યૂઝર્સ તેની તસવીરો પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. 






ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર તેને 11 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે, જે તેની આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવે છે. 






જો અંજલિ અરોડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તે નેટફ્લિક્સની સારીધ જામતારા સિઝન 2 (Jamtara Season 2) ના પ્રમૉશનલ વીડિયોમાં દેખાઇ હતી.