Ponniyin Selvan 1 Box office Collection: મણિ રત્નમ દ્વારા નિર્દેશિત તમિલ ઐતિહાસિક મહાકાવ્ય 'Ponniyin Selvan 1' એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી અ





ને તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં વૈશ્વિક સ્તરે રિલીઝ કરવામાં આવી છે.


આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે જ વર્લ્ડ વાઇડ 80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે તેના રિલીઝના બીજા દિવસે થોડા ઘટાડા સાથે લગભગ 70 કરોડની કમાણી કરી છે. ફિલ્મ નિર્માતાઓએ 1 ઓક્ટોબરના રોજ સત્તાવાર જાહેરાત કરી હતી કે ફિલ્મે તેના બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 80 રૂપિયાની કમાણી કરી છે. હવે બે દિવસમાં ફિલ્મે વિશ્વભરમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ થિયેટરોમાં ખૂબ જ સારો દેખાવ કરશે કારણ કે ફિલ્મ પ્રત્યે દર્શકોની પ્રતિક્રિયા ખૂબ જ સકારાત્મક બહાર આવી રહી છે. Ponniyin Selvan 1 તે તમિલ ફિલ્મોમાંથી એક છે, જેને આ વર્ષે જોરદાર ઓપનિંગ મળી છે.


આ ફિલ્મમાં વિક્રમ, જયમ રવિ, કાર્તિ, ત્રિશા અને ઐશ્વર્યા રાય બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે. ફિલ્મની વાર્તા ચોલ વંશની આસપાસ ફરે છે અને રાજા અરુણમોઝી વર્મન કેવી રીતે રાજા રાજા ચોઝન બને છે. આ ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવી છે. નિર્દેશક મણિરત્નમે કથિત રીતે પુષ્ટી કરી હતી કે ફિલ્મનો બીજો ભાગ 9 મહિનામાં રિલીઝ થશે. ફિલ્મનો પ્રથમ ભાગ વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યો છે અને તેને ચાહકો અને ફિલ્મ વિવેચકો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી રહી છે.