ગ્રમિ નોમિનેટેડ સ્કોટિસ ટ્રાન્સજેન્ડર સંગીતકાર શોફિયા શેયોનનું 43 વર્ષે નિધન થઇ ગયું,  શનિવારે સવારે 4 વાગ્યે તમણે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીઘા. તેમની મ્યુઝિક ટીમે ટવિટ કરીને આ દુ:ખ ઘટનાના સમાચાર આપ્યા હતા.



પૂર્ણિમાના ચંદ્રમાની સુંદરતાને  ઊંચાઇથી નજીકથી જોવાની ઇચ્છાએ આ પોપ સિંગરનો જીવ લીઘો. શુક્રવારે સોફિયા પૂર્ણિમાના ચંદ્રને જોવા માટે થોડી વધુ ઉંચાઇ પર ચઢી હતી. જો  આ સમય દરમિયાન તેનો પગ સ્લીપ થતાં. શોફિયાએ બેલેન્સ ગુમાવ્યું હતું અને ઊંચાઇથી નીચે પડી જતાં તેમનું મૃત્યુ થયું છે.સંગીતકાર અને ગાયકોએ ટવિટ કરી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.




કોણ છે શોફિયા?

શોફિયા ગ્રીકની ફેમસ પોપ સિંગર હતી. તેમણે 2015માં મેડોનાની સાથે "Bitch, I'm Madonna"ના નિર્માણમાં આસિસ્ટ કર્યું હતું. શોફિયાએ અનેક નવા ઉભરતા કલાકારનો તેમના મુકામ સુઘી પહોંચાડવામાં ખૂબ મદદ કરી હતી. તે ફેમસ પોપ સિંગર હોવાની સાથે પ્રોડ્યૂર પણ હતી. તેમનામાં રહેલી અદભૂત  સર્જનાત્મકતાના કારણે જ નાની વયે જ તેમણે  ખ્યાતિ મળી હતી.

શોફિયાની વિદાયથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સંગીતકાર સેમ સ્મિથે ટવિટ કરીને લખ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદ સમાચાર છે. તેમણે લખ્યું કે, દુનિયાએ  ખરેખર આજે એક  સ્વર્ગદૂતને ગુમાવ્યો છે. તે એક સાચી દૂરદર્શી અને ડિવાઇન સોલ્વ હતી .2018માં આવેલા “ઓઇલ ઓફ ઓઇલી પર્લ” આલ્બમ માટે તેમનું ગ્રેમી એવોર્ડ માટે નોમિનેશન થયું હતું.

"