બોલિવૂડના આ જાણીતા ગાયકનું રોડ અકસ્માતમાં થયું મોત, રિમિક્સ ગીતોથી મળી હતી ઓળખ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Oct 2018 07:16 AM (IST)
1
નિતીન બોલિવુડના રિમિક્સ ગીતો માટે ઓળખાતો હતો. તેણે ‘નીલે-નીલે અંબર પર’, ‘છુકર મેરે મન કો’, ‘એક અજનબી હસીના સે’ અને ‘પલ-પલ દિલ કે પાસ’ જેવા ગોલ્ડન એરા ગીતોના રિમિક્સ બનાવ્યા હતા.
2
કસ્તુરબા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યા છે. નિતીન બાલીના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવશે.
3
મુંબઈઃ બોલિવૂડના જાણીતા ગાયક નીતિન બાલીનું મંગળવારે રોડ અકસ્માતમાં મોત થયું છે. તે 47 વર્ષના હતા. મંગળવારે સવારે દુર્ઘટનામાં તેમનું મોત થયું છે. નીતિન બાલી 90ના દાયકાના ખૂબ જ જાણીતા ગાયક હતા. તે પોતાની કાર ચલાવતા બોરીવલીથી મલાડ જઈ રહ્યા હતા, ત્યારે જ તેની કાર ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ. તેમને શરીર પર અનેક જગ્યાએ ઈજા થઈ હતી. તેમને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું હતું.