મુંબઈ: બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ સાહોનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મના ટીઝરમાં ફિલ્મના તમામ મુખ્ય કલાકારોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી રહી છે.


ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધાની સાથે જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મહેશ માંજરેકર, ટીનૂ આનંદ અને મુર્લી શર્મા જેવા સ્ટાર્સ જોવા મળશે. બોલીવૂડની સાથે સાઉથના પણ ઘણા જાણીતા લોકોને ફિલ્મમાં સ્થાન આપવામાં આવ્યું છે.


સાહોને અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી છે. પરંતુ ફિલ્મના ટીઝરમાં એકાદ સીનને છોડી દેવામાં આવે તો ટ્રેલરમાં એવા કોઈ એક્શન સીન નથી જોવા મળતા. એક મિનિટ અને 39 સેકન્ડના ટીઝરમાં માત્ર બે ડાયલોગ છે.

ફિલ્મને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ બોલીવૂડની સૌથી મોંઘી એક્શન ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 300 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ સાહોનું નિર્દેશન સુજીતે કર્યું છે. આ ફિલ્મ 15 ઓગષ્ટના દિવસે રિલીઝ કરવામાં આવશે.