10 વર્ષ બાદ ટીવી પર કમબેક કરશે આ એક્ટ્રેસ, એકતા કપૂરના શોમાં કરશે કામ
તમને જણાવી દઇએ કે, કલર્સ પર પ્રસારિત થયેલ 'કવચ'ની પહેલી સિઝનમાં મોના સિંહ, વિવેક દહિયા અને મહક ચહલે કામ કર્યું હતું. 'નાગિન 2'ની જગ્યા 'કવચ'એ લીધી હતી. જેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત એ છે કે, પ્રાચી તેની મિત્ર એકતા કપૂરના શો 'કવચ'ની બીજી સિઝન દ્વારા ટીવી પર કમબેક કરશે. 'Kavach 2' કલર્સ ટીવીના લોકપ્રિય શો 'Naagin 3'ની જગ્યાએ શરૂ થશે. કહેવાય છે કે, પ્રાચીની સાથે આ શોમાં ટીવી સ્ટાર્સ રામ કપૂર અને સાક્ષી તંવર પણ જોવા મળશે.
પ્રાચીએ 2008માં ફિલ્મ 'રોક ઓન' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ પ્રાચી 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ' અને 'બોલબચન'માં જોવા મળી હતી. બાદમાં બોલિવૂડમાં તેને કોઈ ખાસ સફળથા મળી ન હતી. જોકે હવે પ્રાચી લગભગ 10 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે.
મુંબઈઃ ટીવી ક્વીન એકતા કપૂરની જાણીતી સીરિયલ કસમ સેમાં મુખ્ય ભૂમિકામાં નિભાવીને દર્શકોના દિલોમાં પોતાની અલગ ઓળખ બનાવનાર પ્રાચી દેસાઈ ટીવીની દુનિયા છોડીને ફિલ્મો તરફ આગળ વધી હતી. જોકે હવે તે ફરી નાના પડદે 10 વર્ષ બાદ કમબેક કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -