MeToo પર આ હૉટ એક્ટ્રેસે આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- કાશ, મારી સાથે પણ આવુ થયુ હોત તો.... થઇ ગઇ ટ્રૉલ
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે પ્રીતિ ઝિન્ટાને પુછવામાં આવ્યું કે તેણે ક્યારેય યૌન શોષણ-જાતીય સતામણીનો સામનો કર્યો છે? આ પ્રશ્ન પર પ્રીતિ પહેલા હસવા લાગે છે અને પછી કહે છે કે, “ના, મારી સાથે ક્યારેય નથી થયું. કાશ, મારી સાથે પણ આવુ થયું હોત…. જેથી હું તમને આ પ્રશ્નનો જવાબ આપી શકી હોત.” પ્રીતિના આ નિવેદનનો ખુબ વિવાદ થયો અને ટ્રૉલ પણ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ઇન્ટરવ્યૂ દરમિયાન પુછાયેલા એક સવાલના જવાબમાં પ્રીતિ ઝિન્ટાએ મીટૂ અને યૌન શોષણ અંગે વિવાદિત નિવેદન આપી દીધુ જેના કારણે તે ટ્રૉલ પણ થઇ હતી. પ્રીતિ ઝિંટા જલ્દી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં દેશી અંદાજમાં કૉમેડી કરતી જોવા મળશે. આ ફિલ્મનાં પ્રમોશનને લઇને તે ઘણા સ્થળે જોવા મળે છે.
આ ઉપરાંત તે આ મામલે મજાક પણ કરતી જોવા મળી રહી છે. પ્રીતિએ કહ્યું, “મારી પાસે આ મામલે એક લાઇન જરૂર છે. આજની સ્વીટૂ કાલની મીટૂ થઈ શકે છે.” આ ગંભીર મામલે પ્રીતિનાં આવા જવાબનાં કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ હાલમાં બૉલીવુડમાં મીટૂ અભિયાનની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે. હવે આ મામલે પ્રીતિ ઝિન્ટા પણ કુદી પડી છે. પ્રીતિ ઝિન્ટાએ એક વિવાદિત નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. પ્રીતિ ઝિન્ટા બૉલીવુડની દિગ્ગજ એક્ટ્રેસીસમાંની એક છે, તેને સુપરસ્ટાર ખાન્સ સાથે ફિલ્મો પણ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -