✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દુનિયામાં સૌથી વધુ કમાણી કરતી ટોપ-10 ટીવી એક્ટ્રેસિસમાં પ્રિયંકાને મળ્યું સ્થાન, જાણો કોની છે કેટલી અધધ... કમાણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2016 04:46 PM (IST)
1

ન્યૂયોર્કઃ અમેરિકન ટીવી સીરીઝ ‘ક્વાન્ટિકો’માં અભિનય કર્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ફોર્બ્સ મેગેઝિનની સૌથી વધુ કમાણી કરતી ટીવી એક્ટ્રેસિસની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં પ્રિયંકા 73 કરોડ રૂપિયાની કમાણી સાથે 8માં નંબર પર છે. પ્રિયંકા ચોપરા દેશની પહેલી એવી ટીવી એક્ટ્રેસ છે, જે દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસિસની ફોર્બ્સની યાદીમાં સ્થાન પામી છે. ફોર્બ્સની આ લિસ્ટમાં ટીવી સીરીઝ 'મોર્ડન ફેમિલી'થી જાણીતી બનેલી કોલંબિયન-અમેરિકન એક્ટ્રેસ સોફિયા વર્જારા 288 કોરોડ રૂપિયા (43 મિલિયન ડોલર)ની કમાણી સાથે પ્રથમ નંબર પર છે.

2

10 – જુલી બોવેન 67 કરોડની કમાણી સાથે દસમા નંબર પર છે.

3

9- અમેરિકન એક્ટ્રેસ અને પ્રોડ્યુસર જુલિયાના મારગુલિસનને એનબીસી પરના મેડિકલ ડ્રામા ERમાં ભજવેલી કેરોલ હેથવેની ભૂમિકાને લઇને જાણીતી બની હતી. 70 કરોડની કમાણી સાથે જુલિયાના નવમા સ્થાન પર છે.

4

8-લગભગ 73 કરોડની કમાણી સાથે પ્રિયંકાએ આઠમું સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે પ્રિયંકા અમેરિકન ટીવી શો 'ક્વાન્ટિકો'થી ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે. પ્રિયંકા 'બેવોચ' ફિલ્મથી હોલિવૂડમાં ડેબ્યૂ કરશે. હાલમાં પ્રિયંકા ક્વાન્ટિકોની બીજી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે.

5

7- સ્ટેના કેટિક 80 કરોડ રૂપિયાની કમાણી સાથે ફોર્બ્સની યાદીમાં સાતમા સ્થાન પર છે. કેનેડિયન-અમેરિકન ટીવી એક્ટ્રેસ સ્ટેના કેટિકે એબીસી સીરીઝ ‘કેસ્ટલ’માં કેટ બેકેટની ભૂમિકા ભજવી લોકપ્રિયતા મેળવી હતી.

6

6- કેરી વોશિંગ્ટન 90 કરોડની કમાણી સાથે યાદીમાં છઠ્ઠા સ્થાન પર રહી છે. કેરી વોશિંગ્ટનને ABC ટીવી સીરીઝ ‘સ્કેન્ડ્લ’ને લઇને જાણીતી બની હતી.

7

5- અમેરિકન ટીવી એક્ટ્રેસ મૈરિસ્કા હાર્ટિગને ડ્રામા સીરીઝ લો એન્ડ ઓર્ડરઃ સ્પેશ્યલ વિક્ટિમ્સ યુનિટમાં ડિટેક્ટિવની ભૂમિકા ભજવવા બદલ ઓળખવવામાં આવે છે. મૈરિક્કા 97 કરોડ રૂપિયાની કમાણી સાથે આ યાદીમાં પાંચમા સ્થાન પર છે.

8

4-ચોથા સ્થાને રહેલી એલન પોમ્પિયો ગ્રેય એન્ટોમી ટીવી સીરીઝને કારણે લોકપ્રિય થઇ હતી. કમાણીઃ-97 કરોડ રૂપિયા

9

3-ત્રીજા સ્થાને ભારતીય મૂળની 'ધ મિંડી પ્રોજેક્ટ' શોની એક્ટ્રેસ મિંડી કેલિંગ છે. કમાણીઃ- 100 કરોડ રૂપિયા.

10

2- 'ધ બિગ બેંગ થિયરી'ની એક્ટ્રેસ કૈલી કુઓકોને બીજુ સ્થાન મળ્યું છે. કમાણીઃ-164 કરોડ રૂપિયા.

  • હોમ
  • મનોરંજન
  • દુનિયામાં સૌથી વધુ કમાણી કરતી ટોપ-10 ટીવી એક્ટ્રેસિસમાં પ્રિયંકાને મળ્યું સ્થાન, જાણો કોની છે કેટલી અધધ... કમાણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.