પ્રિયંકા ચોપડાના લગ્નની તારીખ આવી સામે, જાણો કઈ જગ્યાએ કરશે લગ્ન અને કેટલા દિવસ ચાલશે સમારોહ
પ્રિયંકા અને નિક એકબીજાના પરિવારજનોને ઘણી વખત મળી ચુક્યા છે. 18 ઓગસ્ટના રોજ ભારતીય પરંપરા અંતર્ગત પ્રિયંકા અને નિકની સગાઇ થઈ હતી. આ મોકા પર નિકના માતા-પિતા પણ હાજર હતા.
રિપોર્ટ્સ મુજબ 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિક લગ્નના બંધનમાં બંધાશે. ત્રણ દિવસ સુધી જોધપુરમાં લગ્ન સમારોહ ચાલશે. 30 નવેમ્બરથી શરૂ થઈ 2 ડિસેમ્બર સુધી ચાલનારા સમારોહમાં દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ આવશે.
થોડા દિવસો પહેલા બંનેએ જોધપુરના મેહરાનગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. જે બાદતેઓ અહીં લગ્ન કરશે તેવી અટકળો શરૂ થઈ હતી. બંનેએ ખુદ તેમના લગ્નની જગ્યા નક્કી કરી હોવાનું કેહવાય છે.
મુંબઈઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ તેમની રિલેશનશિપને લઈ સતત સમાચારમાં છે. થોડા સમય પહેલા બંનેને સગાઈ કરી ત્યારે જ લગ્નનની ચર્ચા થઈ ગઈ હતી. તાજા અહેવાલ મુજબ બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાશે.
થોડા દિવસો પહેલા બંનેએ જોધપુરના મેહરાનગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી. જે બાદતેઓ અહીં લગ્ન કરશે તેવી અટકળો શરૂ થઈ હતી. બંનેએ ખુદ તેમના લગ્નની જગ્યા નક્કી કરી હોવાનું કેહવાય છે.