પ્રિયંકા ચોપરાએ સલમાન સાથેની ‘ભારત’ ફિલ્મ છોડી, કારણ જાણીને ચોંકી જશો....
અલી અબ્બાસ ઝફરના ટ્વિટમાં ‘નિક’ શબ્દ પર મૂકાયેલો ભાર એ તરફ ઈશારો કરે છે કે, પ્રિયંકાએ નિક સાથે લગ્ન કરવા જ ફિલ્મ છોડી છે. અલી અબ્બાસ ઝફરે આપેલી શુભકામનાઓ પરથી અંદાજો લગાવી શકાય છે કે ટૂંક સમયમાં જ પ્રિયંકા-નિકના લગ્નની જાહેરાત થાય તો નવાઈ નહીં!
જો કે પ્રિયંકાના ફિલ્મ છોડવા પાછળ વધુ એક ખબર પણ છે. રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકા કથિત બોયફ્રેંડ નિક જોનસ સાથે લગ્ન કરવાની તૈયારીઓ કરી રહી છે. એટલા માટે જ પ્રિયંકાએ ફિલ્મ ‘ભારત’ છોડી દીધી છે. હવે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે પણ ટ્વિટ કરીને કન્ફર્મ કર્યું છે કે, પ્રિયંકા ‘ભારત’નો ભાગ નથી. આ ફિલ્મ છોડવા પાછળનું કારણ ખાસ છે.
રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકાને કોઈ અન્ય મોટો પ્રોજેક્ટ મળ્યો હોવાથી તેણે આ ફિલ્મ છોડી દીધી છે. પ્રિયંકાએ ‘ભારત’ની ટીમને આ અંગે જાણકારી પણ આપી દીધી છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ ફિલ્મ છોડી દીધી છે. તેનો ખુલાસો ભારત ફિલ્મમના ડાયરેક્ટર અલી અબ્બાસ જફરે ટ્વીટ કરીને કર્યો છે.