પ્રિયંકા ચોપરાના ભાવી પતિને નાનપણથી જ છે આ બીમારી, ખુદ નિકે કર્યો ખુલાસો....
મુંબઈઃ પ્રિયંકા ચોપરાના લગ્ન પહેલા નિક જોનસની બીમારીને લઈને મોટો ખુલાસો થયે છે. નિકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તેને 13 વર્ષની ઉંમરથી ડાયાબિટી છે જેના પર હવે તેણે નિયંત્રણ મેળવી લીધું છે. નિકનું આ ટ્વિટ વાયરલ થઈ ગયું છે. નિકની આ પોસ્ટ પ્રિયંકાએ પણ કોમેન્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિકની આ પોસ્ટ પર તેની ફિયાન્સ પ્રિયંકા ચોપરાએ લખ્યું કે, ‘તારા વિશે બધું જ સ્પેશિયલ છે. ડાયાબિટીઝની સાથે પણ અને તેના વગર પણ.’
નિકે ઇન્સ્ટાગ્રામ પર બે તસવીર શેર કરતાં લખ્યું કે, 13 વર્ષ પહેલા મને ટાઈમ 1 ડાયાબિટીસની જાણ થઈ હતી. મારું વજન ખૂબ ઓછું થયું હતું. ડોક્ટર પાસે ગયા પછી મને ખબર પડી કે હું ડાયાબિટીક છું. હું મારા સ્વાસ્થ્યને ખૂબ જ મહત્વ આપું છું. વર્કઆઉટ કરીને શુગર કન્ટ્રોલમાં રાખું છે. આ બીમારી સાથે જ જિંદગી પર પણ મારો કન્ટ્રોલ છે. હું મારા પરિવાર અને ફેન્સનો આભાર માનું છું. જેમણે મને જીવનમાં મારો સાથ આપ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -