મુંબઈ: પ્રિયંકા ચોપરા આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહીછે. લોકો તેને ખૂબ પસંદ કરે છે. પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના નિકજોનાસ સાથે લગ્ન કર્યા છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા પહેલા તે ઘણા સેલેબ્સને ડેટ કરી ચૂકી છે. આજે અમે તમને પ્રિયંકા ચોપરાના અફેયર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પ્રિયંકા ચોપરાનો પહેલો પ્રેમ અસીમ મર્ચેંટ હતો. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ફિલ્મોમાં આવ્યા પહેલા તેને ડેટ કરતી હતી, પરંતુ તેને બોલીવૂડમાં સફળતા મળતા તે પોતાનો પહેલો પ્રેમ ભૂલી ગઈ અને બંને અલગ થયા હતા. અસીમ બાદ પ્રિયંકાએ અક્ષય કુમારને ડેટ કર્યો. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને એ ઘણી હીટ ફિલ્મોમાં સાથે કામ કર્યું. એક સમય હતો જ્યારે મીડિયામાં સમાચાર હતા કે બંને એકબીજા સાથે કામ કરતા એકબીજાની નજીક આવ્યા છે. આ સમયે બંનેના બોલ્ડ ફોટોશૂટ પણ સામે આવ્યા હતા જેના કારણે બંને ચર્ચામાં હતા.

અક્ષય અને પ્રિયંકાના અફેર્યસના રિપોર્ટથી નાખુશ ટ્વિકલ ખ્નનાએ અક્ષયને પ્રિયંકા સાથે કોઈ ફિલ્મો કરવાની ના પાડી હતી. બાદમાં અક્ષયે પ્રિયંકા સાથે અંતર રાખવાનું શરૂ કર્યું. અક્ષય બાદ પ્રિયંકાએ હરમન બાવેજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ બંનેએ સાથે એક ફિલ્મ પણ કરી હતી જે ફ્લોપ રહી હતી. હરમનના ફ્લોપ કરિયરના કારણે પ્રિયંકા તેનાથી દૂર થઈ હતી. પ્રિયંકાનું નામ શાહરૂખ, શાહિદ, જેરાર્ડ બટલર સાથે પણ જોડાયું છે.