અમેરિકાના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયું પ્રિયંકા ચોપરાનું સ્ટેચ્યૂ, જુઓ તસવીરો
પ્રિયંકાની બાયોગ્રાફીમાં તે UNICEFની ગ્લોબલ એમ્બેસેડર હોવાની The Priyanka Chopra Foundationનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેરિટી સંસ્થા દ્વારા પ્રિયંકા બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પણ કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોડમ તુસાદે પ્રિયંકાના સ્ટેચ્યૂની જાહેરાત કરતાં લખ્યું, અમેરિકામાં તેના સ્ટેચ્યૂને હોલિવૂડના A lister સેક્શનમાં રાખવામાં આવ્યું છે. મેડમ તુસાદે તેને ક્વોન્ટિકોની સ્ટારની સાથે નિક જોનસની પત્ની તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી છે.
આ અંગે પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, હવે મેડમ તુસાદના ઓરિઝનલ લંડન મ્યુઝિયમ, સિગાપોર અને બેંગકોકમાં પણ તેનું સ્ટેચ્યૂ લાગશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું મીણનું સ્ટેચ્યૂ મેડમ તુસાદમાં મુકવામાં આવ્યું છે. નિક જોનસ સાથે લગ્ન બાદ પ્રિયંકા ગ્લોબલ સેલિબ્રિટી બની ગઇ છે. અમેરિકામાં આ મ્યુઝિયમમાં માત્ર અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનને જ સ્થાન મળ્યું હતું. હવે પ્રિયંકા ચોપડા પણ આ લિસ્ટમાં સામેલ થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -