પતિ નિક જોનાસ સાથે પ્રિયંકાની હનિમૂન તસવીરો થઈ રહી છે વાયરલ, જુઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2018 04:00 PM (IST)
1
ઉલ્લેખનીય છે કે હનિમૂન પહેલા પ્રિયંકા અને નિકે પરિવાર સાથે ક્રિસમસ પાર્ટીની ઉજવણી કરી હતી. પ્રિયંકા-નિકના લગ્ન ઉદયપુરમાં થયા હતા. પ્રિયંકાએ ખ્રિસ્તી અને હિંદુ રિત-રિવજ પ્રમાણે લગ્ન કર્યો હતા.
2
નિક જોનાસ અને પ્રિયંકા તસવીરોમાં ખૂબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીર જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે બંને કેટલા ખુશ છે. વાયરલ થયેલી તસવીરને લાખો લાઈક્સ મળી ચુક્યા છે.
3
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે હનિમૂન મનાવી રહી છે. લગ્ન અને રિસેપ્શન બાદ હાલ બંને એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. પ્રિયંકા અને નિક હાલમાં સ્વિત્ઝરલેન્ડમાં હનિમૂન મનાવી રહ્યાં છે.
4
પ્રિયંકા અને નિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. પ્રિયંકા-નિકની હનિમૂન તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.