કન્નડ એક્ટર પુનીત રાજકુમારનું હાર્ટ અટેકથી નિધન થયું છે. હાર્ટ અટેક આવતા તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક્ટરને હાર્ટ અટેક જિમમાં વર્ક આઉટ દરમિયાન આવ્યો હતો. તે 46 વર્ષના છે. પુનીત રાજકુમારની હાલત પર ડોક્ટર રંગાનાથ નાયકે એએનઆઇને જણાવ્યું કે તે લગભગ સવારે સાડા 11 વાગ્યે એક્ટરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પુનીત રાજકુમારની તબિયતને લઇને સમાચાર વહેતા થતા ફેન્સ ચિંતિત બન્યા હતા. હોસ્પિટલ બહાર લોકો એકઠા થઇ ગયા હતા અને પુનીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. જોકે, તેનું નિધન થતાં શોકની લાગણી ફરી વળી હતી. 






Aryan Khan Gets Bail:બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા છે. આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ હતો. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને NCB ટીમે 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝમાંથી અટકાયતમાં લીધા હતા. જાણીએ જયારે જેલમાં રહેલા આર્યન ખાનને જામીન અંગે જાણ કરવામાં આવી ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, જેલના સળિયા પાછળ રહેલા આર્યન ખાનને સાંજે 6 વાગ્યે ભોજન આપતી વખતે તેની જામીન અંગે જાણ કરવામાં આવી હતી. જામીનના સમાચાર સાંભળીને આર્યન ખાન ખડખડાટ હસી પડ્યો અને તેણે જેલ સ્ટાફને 'થેંક્સ' કહ્યું. જોકે માહિતી સામે આવી છે કે આર્યન ખાને ડિનર ન હતું લીધું. એવી માહિતી પણ મળી રહી છે કે, લગભગ 21 દિવસ જેલમાં રહ્યા બાદ આર્યન ખાનની બેરેકના કેટલાક કેદીઓ સાથે ઓળખાણ થઈ છે. આર્યન ખાને આ કેદીઓના પરિવારને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે. આ સાથે તેમને કેદીઓ સામે ચાલી રહેલા કેસોમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં એક ટીમે 2 ઓક્ટોબરે મુંબઈમાં એક ક્રુઝ પર દરોડા પાડ્યા હતા અને ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને આ જ આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં એનસીબીએ અત્યાર સુધીમાં લગભગ 20 લોકોની ધરપકડ કરી છે.