આપ્ટેએ ટાઈમ્સ નેટવર્ક ઇન્ડિયા ઇકોનોમિક કન્ક્લેવમાં કહ્યું કે, મીટૂ આંદોલન આવ્યું આને ચાલ્યું ગયું. આ નિરાશાજનક છે. ઘણી બધી વસ્તુઓ બદલાવી જોઈતી હતી પરંતુ એવું થયું નથી. કેટલીક વાતો હજુ સુધી બહાર નથી આવી અને ન તો બદલાઈ છે. આ ખરેખર નિરાશાજનક છે.
રાધિકાએ આગળ કહ્યું કે, 'અમારા વેતનમાં જરાં પણ સમાનતા નથી. આપણે વેતનમાં સમાનતાની વાત કરતાં નથી કે A લિસ્ટેડ એક્ટ્રેસને A લિસ્ટેડ એક્ટરની સરખામણીએ વધુ વેતન મળવું જોઇએ. A લિસ્ટેડ સ્ટાર ઉપરાંત કોઇપણ ટીમમાં અન્ય કાસ્ટ અને ક્રૂ પણ કામ કરે છે અને તેમનાં વેતનમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. ત્યાં સમાન વેતન ન આપવા પાછળ કોઇ જ બહાનું નથી. તે લોકો બૉક્સ ઑફિસને શું જરાં પણ પ્રભાવિત નહીં કરતાં હોય.
આપ્ટેએ કહ્યું કે, ફિલ્મ પ્રોડક્શનની ટીમમાં ઘણી મહિલાઓ પણ કામ કરે છે. અહીં પણ મહિલા અને પુરુષના પગારમાં મોટો તફાવત જોવા મળે છે. જોકે હવે આ ટીમમાં મહિલાઓ પણ કામ કરતી થઇ છે તે એક સારી વાત છે.