બિઝનેસ મેન અને બાલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે અશ્લિલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ પર તેને પબ્લિસ કરવાનો આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.


અશ્લિલ ફિલ્મોની શુટિંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે આ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. અને આ મામલે તપાસ શરૂ કરી હતી. અશ્લિલ ફિલ્મની શૂટિંગને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અનુસાર રાજ કુંદ્રા સમગ્ર મામલે માસ્ટર માઈંડ હતો.


કેંદ્રિન નામની એક કંપની જેનું રજિસ્ટ્રેશન યુકેમાં કરવામાં આવ્યું હતુ. તે ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લિલ ફિલ્મો પબ્લિશ કરતી હતી. આ કંપની રાજ કુંદ્રાએ બનાવી હતી. અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેથી સાઈબર લોથી બચી શકે.


માહિતી એવી પણ મળી છે કે રાજ કંદ્રાના પરિવારના લોકો જ આ કંપનીના ડાયરેક્ટર્સ હતા. આ કંપની સર્વર્સ પર મુંબઈ અથવા તો ભારતના અન્ય શહેરો પર શુટ કરવામાં આવેલ અશ્લિલ વીડિયોને અપલોડ કરતી હતી. અને વી ટ્રાંસફરના માધ્યમથી વીડિયો મોકલવામાં આવતા હતા.


મુંબઈ ક્રાઈમ બ્રાંચ અનુસાર રાજ કુંદ્રાએ આ બિઝનેસમાં 10 કરોડનું રોકાણ કર્યુ હતુ. કુંદ્રા કેંદ્રિન કંપની સાથે જોડાયેલા હતા. પરંતુ સીધુ લિંક ન હોવાથી ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોતરાઈ હતી.


ઉમેશ કામત નામના એક વ્યક્તિની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચે તપાસ આગળ વધારી હતી. જેમાં પૂરાવાના આધારે ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું હતુ કે આઠથી દસ કરોડનું ટ્રાંજેક્શન થયું છે. જે બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાને ઓફિસ બોલાવીને તેની પૂછપરછ કરીને તેની ધરપકડ કરી હતી.


આજે રાજ કુંદ્રાને મુંબઈની એક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, આ મામલે બીજા મોટા નામ પણ સામે આવી શકે છે. આ વિશે રાજ કુંદ્રાની પૂછપરછ પણ કરવામાં આવશે. લોકડાઉનમાં આ બિઝનેસનું ચલણ વધ્યું હતું અને ખૂબ વીડિયો બનાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, રાજ કુંદ્રા વિરૂદ્ધ પુરતા પુરાવા છે.