મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગન પાન મસાલાની જાહેર ખબરના કારણે ઘણી વખત ટ્રોલર્સના નિશાના પર આવી ચૂક્યો છે. હવે એક કેન્સરના દર્દીએ અજય દેવગનને ખાસ અપીલ કરી છે. રાજસ્થાનના કેન્સરના દર્દી નાનકરામે અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટની જાહેર ખબર ન કરે. દર્દીના પરિવારે જણાવ્યું કે 40 વર્ષના નાનકરામ અજય દેવગનના ફેન છે. એવામાં એક્ટર એ જ પ્રોડક્ટની જાહેર ખબર કરે છે જેનાથી તેની જિંદગી પ્રભાવિત થઈ છે.


નાનકરામે અજય દેવગનના નામે આશરે એક હજાર પેમ્પલેટ છપાવ્યા છે જેમાં તેણે જણાવ્યું છે કે કઈ રીતે તે અને તેનો પરિવાર તમાકુ ખાય છે.

દર્દીના દિકરાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, અજય દેવગનની જાહેર ખબર ઘીરે ઘીરે દરેક જગ્યાએ જાણીતી બની રહી છે અને હવે શહેરની આસપાસના લોકોએ પણ તેને ખાવાનું ચાલુ કર્યું છે. મારા પિતાએ તંમાકુ કેટલાક વર્ષો પહેલા ખાવાનું શરૂ કર્યું હતું અને તેઓ એ પ્રોડક્ટ ખાય છે જેની જાહેરખબર અજય દેવગન કરી રહ્યા છે. મારા પિતા અજય દેવગનની પ્રભાવિત હતા પરંતુ જ્યારે તેઓ કેન્સરની ચપેટમાં આવ્યા તો તેમને લાગ્યું આટલા મોટા સ્ટાર્સે આ પ્રકારની પ્રોડક્ટની જાહેરખબર ન કરવી જોઈએ.

પ્રેગ્નેન્સી બાદ આ એક્ટ્રેસ હવે બોયફ્રેન્ડ સાથે કરશે સગાઈ, જુઓ તસવીર અને વીડિયો