મુંબઈઃ એક્ટ્રેસ રાજેશ્વરી સચદેવે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, તે કોરોના પોઝિટિવ છે. એક્ટ્રેસે લખ્યું, “તમને બધાને હેલો! મને પણ થઈ ગયો. મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં કેટલાક લક્ષણ જોવા મળ્યા છે, ત્યાર બાદથી મેં ખુદને ઘરે જ આઈસોલેટ અને કોરેન્ટાઈન કરી લીધી છે. હું ડોક્ટરની સારવાર હેઠળ છું અને હવે બધું કન્ટ્રોલમાં લાગી રહ્યું છે.”
તેણે થોડા દિવસની અંદર પોતાના સંપર્કમાં આવેલ લોકોને ઝડપથી ટેસ્ટ કરાવવાની પણ અપીલ કરી છે.
તેમણે કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલ લોકોને અપીલ કરું છું કે તો પોતાનો ટેસ્ટ કરાવી લે અને સુરક્ષિત રહે. હવે બધા મારા માટે દુઆ કરો કે હું ઝડપથી ઠીક થઈ જાવ. હું પણ પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત અને કોવિડથી મુક્ત રહે.”