Rajinikanth Royal Welcome:  ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોની વાત આવે ત્યારે રજનીકાંતનું(rajinikanth) નામ ચોક્કસથી લેવામાં આવે છે. તેઓએ તેમના સ્ટાઇલિશ અભિનય અને નમ્ર સ્વભાવના કારણે કરોડો ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. ત્યારે હવે તેમના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.


રજનીકાંત જેલરના શૂટિંગ માટે જેસલમેર પહોંચ્યા


કરોડો દિલો પર રાજ કરનારા દિગ્ગજ અભિનેતા રજનીકાંત  (rajinikanth ) હાલ જેસલમેરમાં છે અને તેઓ ફિલ્મ જેલરના શૂટિંગ માટે અહીં પહોંચ્યા છે. રજનીકાંત જેસલમેર પહોંચ્યા ત્યારે તેમનું શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના સ્ટાફે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્ટાફના લોકોએ તેમના ગીત પર ડાન્સ કર્યો હતો અને થલાઈવા કહીને તેઓનું સન્માન કર્યું હતું. 


થલાઈવા કહીને વધાર્યું માન-સન્માન


રજનીકાંત(rajinikanth) દરેકના પ્રિય સુપરસ્ટાર છે. જેલરના શૂટિંગ માટે જ્યારે તે જેસલમેર પહોંચ્યા ત્યારે હોટેલ સ્ટાફે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સાથે જ તેમને થલાઈવા કહીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રજનીકાંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રજનીકાંત જેસલમેરમાં એક નાનું પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ શેડ્યૂલ શૂટ કરશે.






જેલર ફિલ્મના શૂટિંગ માટે રજનીકાંત રાજસ્થાનમાં


ફિલ્મ જેલરના કારણે રજનીકાંત અને નેલ્સન દિલીપ કુમાર પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. થલાઈવાના ચાહકો માટે આ ફિલ્મ એક મોટી ભેટ સાબિત થઈ શકે છે. રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા, યોગી બાબુ અને મલયાલમ અભિનેતા વિનાયકન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય મોહન અને શિવ રાજકુમારનો કેમિયો પણ જોવા મળશે. અનિરુદ્ધ રવિચંદરે સન પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મને પોતાના સંગીતથી સજાવી છે.


આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે ?


મળતી માહિતી મુજબ સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમને જેલરમાં રજનીકાંતના મેકઅપની જવાબદારી સોંપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ આ વર્ષના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે શિવ અન્નાથે પછી રજનીકાંતની આ પહેલી ફિલ્મ હશે. શિવ અન્નાથે 2021માં રિલીઝ થઈ હતી.