ફિલ્મ ‘ રામ તેરી ગંગા મેલી’થી એક્ટરની ઓળખ બનાવનાર રાજીવ કપૂરે 9 ફેબ્રઆરીએ અંતિમ શ્વાસ લીધા. કપૂર ફેમિલિ માટે આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. ફિલ્મ દુનિયાથી તેએ લાંબા સમયથી દૂર જ હતા પરંતુ ફેમિલિ ફંકશન, આર કે સ્ટુડિયોમાં યોજાતા ફંકશન  તેમની હાજરી અવશ્ય જોવા મળતી. રાજીવ કપૂરના નિધનના સમાચાર મળતા 94 વર્ષના આ વૃદ્ધ આંસુ ભરેલી આંખોએ તાબડતોબ તેમના ઘરે પહોંચ્યાં હતા. આ  વૃદ્ધને કપૂર ફેમિલિ સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. તેઓ આરકે સ્ટુડિયો સાથે જોડાયેલા હતા. 94 વર્ષના આ વૃદ્ધનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મુંબઇના પેપારાજીના મુજબ આ શખ્સ એક સમયે આરકે સ્ટુડિયોના મેનેજર હતા. જેનું નામ વિશ્વ મહેરા છે. કોઇ ફેમિલિ રિલેશન ન હોવા છતાં પણ આ પૂર્વ મેનેજર કપૂર ફેમિલિની ખૂબ જ નજીક છે. વૃદ્ધાવસ્થાના કારણે તે બરાબર ચાલી શકતા ન હતા. ધ્રુજતાં-ધ્રુજતા તેઓ તેમના અંતિમ દર્શનમાં સામેલ થયા હતા. નિધનના સમાચાર મળતાં જ રાજીવ કપૂરને ઘરે પહોંચી ગયા હતા. ગેટ પર જ તે રડતાં જોવા મળ્યાં હતા.