ફિલ્મના ફર્સ્ટ લૂકમાં રાજકુમાર ઘાઘરા અને ચોલીમાં જોવા મળી રહ્યો છે. રાજકુમાર રાવ આ લૂકમાં એકદમ મહિલા જેવો લાગી રહ્યો છે. રાજકુમારની આ તસવીરો જોઈ લોકો તેને આલિયા ભટ્ટ સમજી રહ્યા છે. ફેન્સે કોમેન્ટ કરી કે મને લાગ્યું કે આ આલિયા ભટ્ટ છે. સોશિયલ મીડિયામાં હાલ આ તસવીર ખુબ વાઈરલ થઈ રહી છે.
અનુરાગ બાસુ દ્વારા કરવામાં આવેલ આ ફિલ્મ અપરાધ પર આધારિત છે. આ ફિલ્મની અંદર અભિષેક બચ્ચન, પંકજ ત્રિપાઠી, આદિત્ય રોય કપૂર અને ફાતિમા સના શેખ પણ અભિનય કરવાના છે.