હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાખી સાવંતે તેનો મિની-મી વીડિયો પોસ્ટ કર્યો હતો. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર તેની દીકરી તેમ ટેગ સાથે વીડિયો પોસ્ટ કર્યો અને તેમાં લખ્યું છે કે, 'ફેન્સ, આ મારી દીકરી છે, મહેરબાની કરી તેને આશીર્વાદ આપો.' આ રાખીએ બૅબી ફેસ ફિલ્ટરની મદદથી પોતાનો મિની-મી અવતાર ક્રિએટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
આવું પહેલી વખત નથી કે રાખીએ કોઇ ઉટપટાંગ હરકત કરી હોય. થોડા મહિના પહેલાં જ રાખીએ તેનાં લગ્નની તસવીરો શૅર કરી હતી. બાદમાં એકલા હનીમૂન પર ગઇ હોવાની તસવીરો અને વીડિયો શૅર કર્યા હતાં.