વિદેશી રેસલરે ધોઈ નાખી બોલિવૂડની આ એક્ટ્રેસને, હોસ્પિટલમાં દાખલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાખીએ આયોજકોને જણાવ્યું કે તેની પીઠ અને પેટમાં ખૂબ જ દુઃખાવો થઈ રહ્યો છે, જે બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ રાખી સાવંતની તબિયત સારી છે, હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી છે.
રાખી સાવંતનો ડાન્સ જોઈને લોકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. આ દરમિયાન રાખી સાવંતે રૈવલને ગુસ્સો અપાવ્યો હતો, જે બાદમાં તેણે રાખી સાવંતને ઉઠાવીને રિંગમાં પછાડી દીધી હતી. રાખી સાવંત નીચે પટકાતા તે દર્દથી કણસવા લાગી હતી. બાઉન્સરો તાત્કાલિક તેને ઉઠાવીને રિંગમાંથી બહાર લઈ આવ્યા હતા.
વિદેશી મહિલા રેસલર રૈવલે મુકાબલો જિત્યા બાદ ચેલેન્જ આપી હતી કે કોઈ ભારતીય મહિલામાં દમ હોય તો તેની સામે આવીને લડે. જોકે, કોઈએ તેની ચેલેન્જનો સ્વીકાર કર્યો ન હતો. આ દરમિયાન રાખી સાવંત સ્ટેજ પર આવી ગઈ હતી અને મહિલા રેસલરને ચેલેન્જ આપી હતી કે દમ હોય તો તેના જેવો ડાન્સ કરીને બતાવે. જે બાદમાં બંને વચ્ચે ફાઇટ શરૂ થઈ ગઈ હતી.
હરિયાણાના પંચકૂલા સેક્ટર-3 સ્થિત દાઉ દેવી લાલ ખેલ પરિસરમાં CWEના બેનર હેઠળ આયોજીત રેસલિંગની બિગ ફાઇટમાં અભિનેત્રી રાખી સાવંતને વિદેશી મહિલા રેસલરે ધોઈ નાખી હતી. રાખીએ વિદેશી મહિલા રેસલરને ચેલેન્જ આપી હતી, જે બાદ વિદેશી રેસલરે રાખી સાવંતને રિંગમાં પછાડી દીધી હતી.
નવી દિલ્હીઃ કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પંચકૂલાના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં આયોજિત CWE રેસલિંગ પ્રોગ્રામમાં ઘાયલ થઈ છે. તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. તેની કમરમાં ઈજા થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -