હવે સંજય દત્ત પર બનશે બીજી 'સંજુ', જાણો કોણ બનાવશે અને શું હશે ફિલ્મની સ્ટૉરી, વાંચો વિગતે
નવી દિલ્હીઃ સંજય દત્તની બાયૉપિક 'સંજુ' બૉક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ છે. ક્રિટિક્સથી પણ આ ખાસો પ્રભાવ પાડી રહી છે, પણ આ ફિલ્મને લઇને મોટાભાગના લોકોનો મત છે કે, ફિલ્મમાં ક્યાંકને ક્યાંક સંજય દત્તની ઇમેજ સુધારવાની કોશિશ કરાઇ છે. પણ હવે દર્શકો અને ક્રિટિક્સની આ ફરિયાદ જલ્દીથી દુર થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજુ'એ બૉક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મે કમાણીના મામલે 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ખાસ વાત એ છે કે આ રણબીર કપૂરની પહેલી એવી ફિલ્મ છે જેને 300 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી છે.
પણ જો મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો એ કહેવાઇ રહ્યું છે કે ફિલ્મ માત્ર અને માત્ર 1993 બૉમ્બ ધમાડા અને AK-56 પર આધારિત હશે.
જોકે, ફિલ્મમાં કયા-કયા એક્ટર્સને કાસ્ટ કરવામાં આવશે અને ફિલ્મની સ્ટૉરીમાં સંજય દત્તની જિંદગી સાથે જોડાયેલા કયા પહેલુઓ વિશે વાત કરવામાં આવશે, તેના પર કંઇક સ્પષ્ટતા નથી કરવામાં આવી.
જી હા, જો રિપોર્સનું માનીએ તો હવે ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા પણ સંજય દત્તની જિંદગી પર એક ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. આ રિપોર્ટને લઇને મુંબઇ મિરરે રામ ગોપાલ વર્મા સાથે વાત કરી, જેમાં રામુએ આ રિપોર્ટને કન્ફોર્મ પણ કર્યા છે. મુંબઇ મિરરના રિપોર્ટનું માનીએ તો રામ ગોપાલ વર્માએ કહ્યું, ''હા હું આ ફિલ્મ બનાવી રહ્યો છું.''
- - - - - - - - - Advertisement - - - - - - - - -