આ હોટ એક્ટ્રેસ પતિને રોજ આપે છે ગાળો, જાણો શું છે કારણ
રાની મુખર્જીએ જણાવ્યું હતું કે,’ એ વાત આદિત્યએ મને જણાવી હતી કે મને આ ફિલ્મમાં ન લેવા માટે અનેક લોકોએ ચેતવણી આપી હતી. મારી છેલ્લી ફિલ્મ્સ સારી ચાલતી ન હતી. જોકે, તેને મારા ટેલેન્ટ પર પૂરો ભરોસો હતો. મને અને મારી મોમને આદિત્યની આ વાત ખૂબ જ પસંદ પડી હતી. સારૂ હોય કે ખરાબ તે મને કહી દે છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાનીએ આદિત્ય ચોપરા સાથે પોતાની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું કે તે આદિત્યને સૌથી પહેલા ‘મુજસે દોસ્તી કરોગે’ ના સેટ પર મળી હતી. રાનીએ જણાવ્યું કે તે સમયે મારી ફિલ્મ્સ સારી ચાલતી નહોતી અને આદિત્યને મેં કહ્યું હતું કે મને આ ફિલ્મમાં ન લે પરંતુ તેને લાગતું હતું કે હું આ રોલ માટે પર્ફેક્ટ છું.
જ્યારે નેહા ધૂપિયાએ રાની મુખર્જીને પૂછ્યું કે,’શું તે ક્યારેય ગાળો આપે છે અથવા ગુસ્સે થાય છે?’ ત્યારે રાનીએ જવાબ આપ્યો હતો કે,’ હું રોજ મારા પતિ પર ગુસ્સો કરૂં છું અને તેને ગાળો પણ આપું છું.’ આવું કહીને રાની હસવા લાગી હતી. રાનીએ જણાવ્યું હતું કે,’ આદિત્ય ચોપરા ખૂબ જ સ્વીટ અને કેરિંગ છે. જેના કારણે પ્રેમમાં ગાળ નીકળી જાય છે. જોકે, હું કોઇને ગાળ આપી રહી છું તેનો મતલબ એવો કે હું તેને ખૂબ જ પ્રેમ કરી રહી છું.’
ચેટ શોમાં રાની મુખર્જીએ પોતાના જીવન સાથે જોડાયેલ અનેક રહસ્ય ખોલ્યા રાની અને આદિત્ય ચોપરાની લવ સ્ટોરી આજે પણ રહસ્ય બની છે. આદિત્ય પણ તેના અને રાનીના રિલેશન વિશે મીડિયામાં ઓછું બોલતો જણાય છે. આ શોમાં રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથેની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ રાની મુખર્જી છેલ્લા 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહી છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ હિચકીના પ્રમોશનમાં વ્યસ્ત છે. રાની મુખર્જી નેહા ધૂપિયાના ચેટ શો બીએફએફ વિધ બોગમાં આવી હતી જ્યાં તેની સાથે ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી પણ પહોંચ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -