મુંબઇઃ સ્વર કોકિલા લતા મંગેશકરનું ફેમસ ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાઇને ચર્ચામાં આવેલી રાનૂ મંડલ આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રાનૂ મંડલએ તાજેતરમાં જ હિમેશ રેશમિયાની સાથે એક ગીત રેકોર્ડ કર્યુ, આ ગીત હિમેશની અપકમિંગ ફિલ્મ હેપી હાર્ડી ઔર હીરમાં સામેલ કરવામાં આવ્યુ છે.



હિમેશે રાનૂ સાથે રેકોર્ડ કરેલુ આ ગીત સોશ્યલ મીડિયા પર શેર કર્યુ, આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. એકબાજુ આ ગીત ફેન્સની વચ્ચે ખુબ પસંદ કરવામાં આવી રહ્યુ છે, ત્યારે બીજી બાજુ આના પર કેટલાક મીમ્સ બનવાના પણ શરૂ થઇ ગયા છે. અહીં જુઓ કેવા મીમ્સ બન્યા છે....