દીપિકા અને રણવીર સિંહના આ રિત રિવાજથી થઈ શકે છે લગ્ન, જાણો વિગત
તેમના લગ્નની તૈયારી હાલ અંતિમ તબક્કામાં હોવાની વાત છે. ઇટાલીમાં લગ્ન કર્યા બાદ તેઓ ભારતમાં ગ્રેન્ડ રિસેપ્શન કરવાના છે. તેમનું રિસેપ્શન એક મુંબઇ અને બીજું બેગલુરુમાં થાય તેવી ચર્ચા પણ છે.
એક વાત એવી પણ છે કે આ યુગલ ઇટાલીમાં લગ્ન કરવાનું છે. જેમાં ફક્ત અંગત ૩૦ વ્યક્તિને જ આમંત્રણ આપવાના છે તેમજ આમંત્રિતોને સાથે મોબાઇલ ફોન ન રાખવાની વિનંતી કરવાના છે.
રણવીર અને દીપિકાએ રામલીલા, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
મુંબઈઃ બોલીવુડ સ્ટાર દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. જોકે આ યુગલે પોતાના લગ્ન વિશે સત્તાવાર કોઇ વાત કરી નથી. તેમના લગ્ન વિશે એક નવી વાત એવી આવી છે કે તેમના લગ્ન સિંધી રીતરિવાજથી થશે.
જોકે થોડા સમય પહેલા એક ઇવેન્ટ દરમિયાન દીપિકાને તેના લગ્ન વિશે પુછતાં તેણે નિખાલસતાથી વાત કરી નહોતી. '' તમને અમારા લગ્ન વિશે જલદી જ જાણ થશે તેમ કહી વાતને આટોપી લીધી હતી. દીપિકા તેમજ રણવીર લગ્ન વિશે મૌન સેવી રહ્યા છે. છતાં તેમના લગ્ન વિશે વિવિધ અટકળ ચાલી રહી છે.