અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની ચર્ચા દરેક જગ્યાએ છે. દર્શકોના મનમાં આ ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. હવે તેની અસર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર પણ જોવા મળી રહી છે. તેણે ફિલ્મમાંથી અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કરીને તેની તસવીર શેર કરી છે.


 


અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની ચર્ચા દરેક જગ્યાએ છે. દર્શકોના મનમાં આ ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. હવે તેની અસર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર પણ જોવા મળી રહી છે. તેણે ફિલ્મમાંથી અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કરીને તેની તસવીર શેર કરી છે. આ ફોટો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. રવિન્દ્રની પોસ્ટ પર અલ્લુ અર્જુનની ટિપ્પણી પણ જોવા મળી હતી. અલ્લુની કમેન્ટ પર લોકો પણ પ્રેમ વહાવી રહ્યા છે. જાડેજાએ ફિલ્મના ડાયલોગ લખ્યા છે સાથે જ સ્મોકિંગને લગતું ડિસ્ક્લેમર પણ આપ્યું છે. રવિન્દ્ર જાડેજાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 15 લાખ લોકોએ લાઈક કરી છે. મજાની વાત એ છે કે અલ્લુ અર્જુનની આ કોમેન્ટને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.



" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


અર્જુન કપૂરે બ્રેકઅપની અફવા પર પૂર્ણ વિરામ લગાવી દીધું


બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઇકા અરોરા સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થયાના અહેવાલોએ ફેન્સને પરેશાન કરી દીધા છે. આ વચ્ચે અર્જુન કપૂરે મલાઇકા અરોરા સાથેની તસવીર પોસ્ટ કરી હતી. અર્જુન કપૂરે પોસ્ટ કરી મલાઇકા સાથે બ્રેકઅપ થયાના અહેવાલો પર સ્પષ્ટતા કરી હતી. અર્જુન કપૂરે તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મુકી દીધું છે.


એક્ટર અર્જુન કપૂરે પોસ્ટમાં લખ્યું કે એવી અફવાઓની અમારી વચ્ચે કોઇ જગ્યા નથી. સ્ટે સેફ. સ્ટે બ્લૈસ્ડ, તમામના ભલા માટે પ્રાર્થના કરો. તમામને પ્રેમ... અર્જુન કપૂરના આ પોસ્ટ પર મલાઇકા અરોરાએ હાર્ડ ઇમોજી કોમેન્ટ કરી છે. મલાઇકા અને અર્જુન કપૂરના આ પ્રેમને જોઇ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.