મુંબઇઃ ફિલ્મ ડાયરેક્ટર રૂમી જાફરીની દીકરી અલ્ફિયા જાફરી બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાવવાની છે. રૂમી જાફરીની લગ્નની રીતરિવાજો અને પ્રથાઓની શરૂઆત થઇ ચૂકી છે. તાજેતરમાં જ તેના મહેંદી ફંક્શનની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે, સોશ્યલ મીડિયા પર છવાયેલા છે. જેમાં બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને ક્રિસ્ટલ ડિસૂઝા દેખાઇ રહી છે. બન્નેનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
અલ્ફિયાની મહેંદીમાં પહોંચી રિયા અને ક્રિસ્ટલ-
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં રિયા અને ક્રિસ્ટલ યલો કલરના સૂટમાં દેખાઇ રહી છે, અને રૂમી જાફરીની સાથે તસવીરો માટે પૉઝ આપી રહી છે. આ વીડિયો ખુદ અલ્ફિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. બીજા એક વીડિયોમાં આ બન્ને એક્ટ્રેસ ફિલ્મ બદ્રીનાથની દુલ્હીયાના ગીત પર ડાન્સ કરતી પણ દેખાઇ રહી છે. વળી, આના થોડાક સમય પહેલા અલ્ફિયાની બેચલર પાર્ટીની તસવીરો પણ સામે આવી હતી, જેમાં તેને બ્લૂ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.
રૂમી જાફરીની ફિલ્મ ચહેરેમાં દેખાશે રિયા.....
ઉલ્લેખનીય છે કે, રૂમી જાફરી ફિલ્મ ડાયરેક્ટર છે, જેને કેટલીય હિટ ફિલ્મો બનાવી છે, બહુ જલ્દી તેની ફિલ્મ ચહેરે રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશમી, રિયા ચક્રવર્તી, ક્રિસ્ટલ ડિસૂઝા અને સિદ્ધાંત કપૂર મુખ્ય ભૂમિકા નિભાવતા દેખાશે.
જામીન પર બહાર છે રિયા ચક્રવર્તી-
ખાસ વાત છે કે રિયા ચક્રવર્તી આજકાલ જામીન પર બહાર છે, તેની સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, અને આના કારણે તેને લગભગ એક મહિના સુધી જેલમાં પણ રહેવુ પડ્યુ હતુ, અને પછી તેને જામીન આપવામાં આવ્યા હતા. સુશાંતના ફેન્સે તેના મોત બાદ રિયાની જબરદસ્ત ટ્રૉલિંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડ બે ભાગમાં વહેંચાઇ ગયુ હતુ, જેમાં કેટલાક લોકો રિયાને સપોર્ટ કરી રહ્યાં હતા, તો કેટલાક તેનો સખત વિરોધ કરી રહ્યાં હતા.