મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ મામલે રિયા ચક્રવર્તીના કોલ રેકોર્ડથી ઘણી જાણકારી સામે આવી રહી છે. કોલ રેકોર્ડ અનુસાર રિયા સુપરસ્ટાર આમિર કાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, આદિત્ય રોય કપૂર, રાણા દગ્ગુબાતી, સની સિંહ અને સ્વર્ગીય સરોજ ખાન જેવી અનેક સેલિબ્રિટીના સંપર્કમાં હતી.

સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે રિયા અને તેના પરિવારના સભ્યોની સીબીઆઈ અને ઈડી દ્વારા પૂછપરછ ચાલી રહી છે. સુશાંતના પિતા કે. કે. સિંહ તરફતી બિહાર પોલીસમાં રિયા પર જુદા જુદા આરોપ લગાવવામાં આવ્યા છે, જેના આધારે સીબીઆઈ તેના પરિવારની તપાસ કરી રહી છે.

રિયાના કોલ ડિટેલ રેકોર્ડ અનુસાર, તેણે એક વખત આમિર ખાનને ફોન કર્યો હતો અને ત્યાર બાદ સુપરસ્ટારે તેને ત્રણ એસએમેસ કર્યા હતા. ઇન્ડસ્ટ્રીઝના સૂત્રોએ આઈએએનએસને તેની પુષ્ટિ કરી છે.

સુશાંતના મોતના કેસમાં હજુ સુધી બોલિવૂડના ત્રણ ખાન (સલમાન, શાહૂરખ અને આમિર)નું મૌન પર ઘણી ચર્ચા થઈ છે અને હવે રિયાના કોલ રેકોર્ડ્સમાં આમિર ખાનનું નામ સામે આવ્યું છે. કોલ રેકોર્ડથી જાણવા મળે છે કે, રિયાએ અભિનેતા રકુલ પ્રીત સિંહને 30 કોલ કર્યા હતા, જ્યારે તેના તરફથી 14 વખત કોલ થયા હતા. બન્ને વચ્ચે બે એસએમએસ થયા હાત.

સીડીઆરથી એ પણ ખુલાસો થયો છે કે રિયાએ આશિકી 2 ફેમ સ્ટાર આદિત્ય રોય કપૂરને 16 વખત ફોન કર્યો, જ્યારે કપૂરે તેને સાત કોલ કર્યા. તેવી જ રીતે રિયાએ ત્રણ વખત શ્રદ્ધા કપૂરને ફોન કર્યા, જ્યારે શ્રદ્ધાએ રિયાને બે વખત ફોન કર્યો.

ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાન, જેમનું વિતેલા મહિને નિધન થયું હતું, તે પણ રિયાના સંપર્કમાં હતા. કોલ રેકોર્ડ્સ અનુસાર, રિયાએ ત્રણ વખત સરોજ ખાનને ફોન કર્યો હતો, જ્યારે સરોજે તેને બે વખત કોલ કર્યા હતા. બન્ને વચ્ચે એક એસએમએસ પણ શેર થયો હતો.

સીડીઆરથી ખુલાસો થયો કે રિયા મહેશ ભટ્ટના સંપર્કમાં પણ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં બન્ને વચ્ચે 16 કોલ્સ થયા હતા. સાત વખત રિયાએ ભટ્ટને ફોન કર્યો, જ્યારે રિયાને ભટ્ટે નવ વખત ફોન કર્યો હતો.