આ અભિનેત્રીને ટ્વિટર પર મળી રેપ અને મર્ડરની ધમકી, આ રીતે આપ્યો ટ્રોર્લ્સને જવાબ
મુંબઈ: બોલિવુડ અભિનેત્રીઓ હંમેશા સોશ્યલ મીડિયા પર ટ્રોલ થતી હોય છે, પરંતું ક્યારેક ટ્રોલર પોતાની હદો પાર કરી જાય છે. આ પ્રકારના ટ્રોલ્સને અભિનેત્રીઓ ઈગ્નોર કરતી હોય છે, પરંતુ કેટલીક રિચા ચઢ્ઢા જેવી બોલ્ડ પણ હોય છે જે ટ્રોલરને જડબાતોડ જવાબ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિચા ચઢ્ઢાની આ પહેલને ઈન્ડસ્ટ્રીનો પણ સપોર્ટ મળ્યો છે. અભિનેત્રી પુજા ભટ્ટે રિચાનું સમર્થન કરતા લખ્યું, તારે તેની ફરીયાદ કરવી જોઈએ. ટ્વિટરે તેની જવાબદારી ઉઠાવવી જોઈએ. તેઓ આવા લોકોને ખુલી મંચ ન આપી શકે જે લોકોને હત્યા માટે ધમકાવે છે અને મહિલાને રેપની ધમકી આપી રહ્યા છે. સ્વરા ભાસ્કર અને પુલકિત સમ્રાટે પણ રિચાનું સમર્થન કર્યું.
ત્યારબાદ રિચાએ વધુ એક ટ્વિટ કરતા લખ્યું, 'પ્રિય બેરોજગાર, દસ રૂપિયાના ટ્રોલ, હું તમને યાદ અપાવું કે તમે બધા એક જેવા છો. અને મારી સાથે આ કરવાનું ન વિચારો. મે ગાળો આપનારાઓનો ઠેકો નથી લીધો. તમામ ગાળો એકદમ ખોટી છે અને ખૂબ જ ડરાવની પણ'
કેટલાક સ્ક્રીનશોટ શરે કરતા રિચાએ લખ્યું, 'મને કોઈ ટાર્ગેટ કરે કે ગાળો આપે તેની હું ચિંતા નથી કરતી, દેશમાં એટલી બેરોજગારી છે કે જો કોઈ દસ રૂપિયા લઈને એક ટ્વિટ કરી રહ્યું છે તો હું તેને જજ નથી કરવા માંગતી. પરંતું રેપ અને હત્યાની ધમકી? કમ ઓન ટ્વિટર ઈન્ડિયા'
અભિનેત્રી રિચા ચઢ્ઢાને એક ટ્રોલ્સે ટ્વિટર પર જાનથી મારી નાખવાની અને રેપની ધમકી આપી. ધમકી બાદ રિચા ન તો ટ્રોર્લ્સથી ડરી કે ન તો ચૂપ બેસી. રિચાએ ટ્વિટની ધમકીના સ્ક્રીનશોટ લઈ ટ્વિટર પર લગામ લગાવવાની મુહિમ શરૂ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -