નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. રાજનીતિમાં એક પક્ષ બિલના સમર્થનમાં છે તો બીજો પક્ષ તેને ઈતિહાસનો કાળો દિવસ ગણાવી રહ્યો છે. ત્યારે બોલિવૂડમાંથી પણ આ મામલે રિએક્શન આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચડ્ઢાએ તેને લઈને ટ્વીટ કર્યું છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

રિચા ચડ્ઢાએ નાગરિકાત સંશોધન બિલને લઈને એક પછી એક ટ્વીટ કર્યા છે. તેણે લખ્યું, ‘ધાર્મિક કટ્ટરતાના રસ્તે ચાલનારો કોઈપણ દેશ ક્યારે ફૂલ્યોફાલ્યો નથી. ઉદાહરણોને લાંબા સમય સુધી નજરઅંદાજ ન કરી શકાય. હું એક ઉજ્જડ, શુષ્ક, આશાહીન, અશિક્ષિત લોકો (મૂળ તો ટેક્સ ભરનારા) દ્વારા વસાવવામાં આવેલ જમીન જોઈ રહી છું, તોપ નો ચારો....આ જ આશા છે કે લોકો સમજદારીથી કામ લેશે.’ જણાવીએ કે રિચા ચડ્ઢાનું ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.




એક્ટ્રેસ રિચા ચડ્ઢાના ટ્વીટ પર અનેક લોકોએ રિએક્ટ કર્યું છે અને તેના પર નિશાન સાધ્યું છે જેનો તેણે જડબાતોડ જવાબ આપ્યો છે. એક ટ્વીટના રિપ્લાયમાં તેણે લખ્યું, ‘હું minority નથી, માણસ છું....ઠીક એમ જેમ તમે એક છોલાયેલ ઉકળેલું બટાટું છો, માણસ નથી. અને બટાટાને કોઈ લાગણી નથી હોતી...તે માત્ર ઉકળતું રહે છે....goodbye  બટેટા.’

બુધવારે લોકસભા બાદ નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમમાં 125 સાંસદોએ મતદાન કર્યું તો 105 સાંસદોએ તેની વિરૂદ્ધ મતદાન કર્યું.