મુંબઈઃ વિતેલા વર્ષે ચર્ચામાં આવેલ Metoo અભિયાન અંતર્ગત અનેક મહિલાઓએ પોતાની સાથે થયેલ શોષણને દુનિયાની સામે રાખ્યા. આ દરમિયાન બોલિવૂડની અનેક એક્ટ્રેસે પણ પોતાની સાથે થયેલ શોષણ વિશે વાત કરી. વિતેલા દિવસોમાં ઝરીન ખાન અને અલી અબરામે કાસ્ટિંગ કાઉચ પર ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે રિચા ચડ્ઢાએ પોતાની સાથે થયેલ એક ઘટના શેર કરી છે.

પિંકવિલા સાથેના ઇન્ટરવ્યૂમાં રિચાએ કહ્યું કે અનેક વાર મને લોકોના ઇશારા સમજમાં નહતા આવ્યા. હું ત્યારે ખૂબ જ યંગ હતી અને મને કંઈ સમજાતું ન હતું. એક દિવસે એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને કહ્યું કે આપણે એક સાથે ડિનર કરવું જોઇએ. ત્યારે મને ખબર ન પડી કે તે શું કહેવા માગે છે. મેં કહ્યું મેં પહેલા જ ડિનર લઈ લીધું છે. ડિનરના તમામ મેનૂ બતાવ્યા પછી પણ તે વ્યક્તિએ મને ટચ કરીને કહ્યું કે આપણે ડિનર કરવું જોઇએ. ત્યારે મને એ શું કહેવા માગે છે એનો અર્થ સમજમાં આવ્યો.

આ સિવાય રિચાએ તે પણ ખુલાસો કર્યો કે તેમને એક વાર રિતિક રોશનની માં બનવાનો રોલ પણ ઓફર કરવામાં આવ્યો હતો. તેની પર તે ખૂબ જ ગુસ્સે ભરાઇ ગઇ હતી. સાથે જ તેણે એ કાસ્ટિંગ ડાયરેક્ટર સાથે ફરી ક્યારેય વાત નહતી કરી.