Rihanna Show her Baby Boy Face First Time: હોલિવૂડની જાણીતી સ્ટાર રીહાન્ના સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. રિહાનાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાયેલી રહે છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર સિવાય રિહાન્ના ટિક ટોક પર પણ ધમાલ મચાવે છે. રીહાન્નાના ટિક ટોક વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આ દરમિયાન રિહાના સાથે જોડાયેલો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રીહાન્નાનો દીકરો જોવા મળી રહ્યો છે. રીહાન્નાના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર ખૂબ જ તેજીથી શેર કરવામાં આવી રહ્યો છે.

Continues below advertisement

Continues below advertisement

રીહાન્નાના પુત્રનો ચહેરો પહેલીવાર જોવા મળ્યો

હોલીવુડ સિંગર રીહાન્ના અને તેનો બોયફ્રેન્ડ A$AP રોકી હમણાં જ એક સુંદર બાળકના માતા-પિતા બન્યા છે. રિપોર્ટ્સ અનુસાર રિહાન્નાના પુત્રનો જન્મ 13 મે 2022ના રોજ થયો હતો. ત્યારથી ચાહકો રીહાન્નાના પુત્રની પ્રથમ ઝલકની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન હવે રીહાન્નાના પુત્રનો પહેલો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રીહાન્નાનો દીકરો રમતા જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ રીહાન્નાના જોરદાર વખાણ કરી રહ્યા છે અને તેના પુત્રના આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. તો ચાલો વિલંબ કર્યા વિના જોઈ લઈએ રિહાન્નાના પુત્રનો પહેલો વીડિયો

વીડિયો જોઈ ચાહકોએ કોમેન્ટનો મારો ચલાવ્યો

રીહાન્નાના પુત્રની તસવીર જોયા બાદ ચાહકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. અને ચાહકોએ કોમેન્ટનો મારો શરૂ કરી દીધો છે. સાથે જ કેટલાક હાર્ટ ઇમોજી સાથે વીડિયો શેર કરી રહ્યા છે. જ્યારે કેટલાક વીડિયો પર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે. રીહાન્નાના પુત્રની પહેલી ઝલક જોયા બાદ તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.