મુંબઈઃ રોબર્ટ પેટિંસનને વિશ્વનો સૌથી હેન્ડસમ પુરુષ જાહેર કરવામાં આવ્યો છે. સાઈન્સ સ્ટડીના એક અહેવાલ અનુસાર રોબર્ટનો ચહેરો પરફેક્ટ છે. ડેઈલી મેલમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ફેશિયલ કોસ્મેટિક સર્જન ડો. જૂલિયન ડિસિલ્વાએ વિશ્વના સૌથી સુંદર પુરષને લઈને એક અભ્યાસ કર્યો છે. તેના આધારે હોલિવૂડની સુપરહિટ ફિલ્મ સીરીઝ ‘ટ્વાઈલાઈટ’ના એક્ટર રોબર્ટ પેટિંસનને તેનો ખિતાબ આપવામાં આવ્યો છે.


ડો. ડિસિલ્વાના અભ્યાસમાં કમ્પ્યૂટરાઈજ્ડ મેપિંગ ટેક્નીક્સ દ્વારા ચેહરાને માપવામાં આવ્યો. સાથે જ જુદી જુદી વિશિષતાઓની વચ્ચે લંબાઈનો રેશિયો કાઢવામાં આવ્યો. જ્યારે ડિસિલ્વાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આ સ્ટડી યૂરોપીય પુનર્જાગરણના સમેય બનાવવામાં આવેલ ટેકનીક ‘ગોલ્ડન રેશો ઓફ ફી’ પર આધારિત છે.



જાણકારોનું કહેવું છે કે, સૌથી સુંદર વ્યક્તિના ચેહરાનો રેશિયોની સંખ્યા અંદાજે 1.618 હોય છે. ડો. ડિસિલ્વાએ કહ્યું કે, કોમ્પ્યુટરાઈઝ્ડ મેપિંગથી રોબર્ટના ચેહરાને મેળવ્યા બાદ તેણે સૌથી સુંદર વ્યક્તિ માનવામાં આવ્યો. રોબર્ટના ચેહરાનો રેશિયો તેનાથી વધારે 92.15 ટકા મેળ ખાય છે.

જ્યારે પેટિંસન બાદ બીજા નંબર પર હેનરી કેવિલ છે, જેના ચેહરાનો રેશિયો 91.64 ટકા મેળ ખાય છે. હેનરીને સામાન્ય રીતે લોકો સુપરમેનના નામથી પણ ઓળખે છે. બ્રેડલી કૂપરનું સ્થાન ત્રીજું, ચોથા સ્થાને બ્રેડ પિટ અને પાંચમાં સ્થાને જોર્જ ક્લૂનીનું છે.