મુંબઇ : સલમાન ખાનની ભૂતપૂર્વ પ્રેમિકા કેટરીના કૈફ અભિનેતા વિક્કી કૌશલ સાથે લગ્ન કરીને થાળે પડી રહી છે ત્યારા સલમાન ખાનનું વધુ એક હોટ એક્ટ્રેસ સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાત બહાર આવી છે. આ હોટ એક્ટ્રેસ સલમાન સાથે ‘જય હો’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી ડેઝી શાહ હોવાની ચર્ચા ચાલી રહી છે.
સલમાન ખાને પોતાના વિદેશ શોમાં જેકલીન ફર્નાન્ડિઝને સ્થાને ડેઝી શાહને લીધી હોવાની પણ ચર્ચા છે. સૂત્રોના મતે, ડેઝી સલમાન સાથે યુએઈ જવાની જ હતી પણ શોમાં ભાગ નહોતી લેવાની. જેકલિન ખસી જતાં સલમાને ડેઝીને શોમાં ભાગ લેવા કહી દીધું.
સલમાનના યુએઈ શોમાં પહેલાં જેકલિન ફર્નાન્ડિસ હતી. જો કે સુકેશ ચંદ્રશેખના કૌભાંડમાં નામ બહાર આવતાં જેકલિન ફર્નાન્ડિસને ઇ.ડી.એ એરપોર્ટ પર રોકી દીધી હતી. જેકલિન ફર્નાન્ડિસ સલમાનના શોમાં હિસ્સો લેવા માટે યુએઇ જવા નીકળી હતી પણ જેકલિન પર દેશની બહાર જવા પર પ્રતિબંધ હોવાથી તેને એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. સલમાન સહિતના બીજા સ્ટાર પહેલાં જ યુએઈ છે. તેમની સાથે ડેઝી પણ હોવાથી તેને તરત જેકલિનના સ્થાને લઈ લેવાઈ હોવાનું કહેવાય છે. ડેઝીનો સંપર્ક કરનારાં મીડિયા સૂત્રોને ડેઝીએ પોતે આ બાબતે કાંઇ જાણતી ન હોવાનું કહ્યું હતું. ભૂતકાળમાં ડેઝીએ સલમાન અને અન્યો સાથે લંડન, ન્યુઝીલેન્ડ, દુબઇ તેમજ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્થળોમાં પરફોર્મ કર્યું છે.
સલમાન ખાન છેલ્લા ઘણા વરસોથી વિદેશોમાં પોતાના લાઇવ શોનું આયોજન કરે છે. આ માં જેકલિન ફર્નાન્ડિસ પણ ભાગ લેતી હોય છે. હાલની પરિસ્થિતિને કારણે જેકલિન હવે વિદેશમાં શોના આયોજનનો હિસ્સો બની શકશે નહીં. તેનું સ્થાન ડેઝી શાહે લીધું હોવાની ચર્ચા છે.
સલમાનની આ ઇવેન્ટ રિયાધ, સાઉદી અરેબિયામાં યોજાવાની છે. સલમાન ઉપરાંત આયુષ શર્મા, પ્રભુદેવા, સુનીલ ગ્રોવર, સાંઇ માંઝરેકર અને શિલ્પા શેટ્ટી તેમજ અન્યો ભાગ લેવાના છે.