નવી દિલ્હીઃ તેલુગુ એક્ટ્રેસ સાઈ પલ્લવી વિશે અહેવાલ છે કે તેણે 2 કરોડ રૂપિયાની જાહેરાત ફગાવી દીધી છે. અહેવાલ અનુસાર સાઈએ એક મોટી બ્રાન્ડની ઓફર ફગાવી છે જે તેને જાહેરાત માટે 2 કરોડ રૂપિયાની ઓફર કરી રહી હતી. હવે સવાલ એ ઉઠે છે કે આખરે જાહેરાત શેની હતી? તમને જણાવીએ કે સાઈ પલ્લવીને એક ફેસ ક્રીમની જાહેરાતની ઓફર મળી હતી.
વાસ્તવમાં સાઈ પલ્લવનીને પિંપલ્સની સમસ્યા છે અને તેને લાગી રહ્યુ છે કે જો તે આ જાહેરાત કરશે તો તેના માટે સારૂ નથી. જો કે સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકોએ કહ્યું કે પિંપલ્સની સમસ્યાથી આટલી મોટી ઓફર ન ફગાવવી જોઈએ. જોકે સાઈ પોતાની વાત પર અડગ છે. હાલમાં જ પલ્લવીએ કોસ્મેટિક્સ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું હતુ કે સુંદર દેખાવા ખાતર તે ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ નહી કરે.
આ જ કારણ છે કે સાઈએ કોસ્મેટિક્સનો ઉપયોગ ન કરવા તેમજ કોસ્મેટિક્સને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો છે. તેનું માનવુ છે કે કોઈ મેકઅપથી સુંદર નથી બની શકતુ. સાઈની આ વાતો પરથી હાલતો એવું લાગે છે કે, તે કોઈ કોસ્મેટિક્સની જાહેરાત નહીં કરે.