જાહેરમાં કેટરિના કૈફે સલમાનની એંઠી કોફી પીધી, વીડિયો થયો વાયરલ
ફિલ્મોની વાત કરવામાં આવે તો સલમાન ખાન હાલ રેસ 3ની શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે કૈટરિના આમિર ખાનની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ દરમિયાન કેટરિના કૈફ અને સલમાન ખાન એક જ કપમાં કોફિ પીતા જોવા મળ્યા હતા. સલમાન અને કૈટરિનાઓ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન પોતાનો કોફી મગ કૈટરિના સાથે શેર કરતો જોવા મળી રહ્યો છે.
પુનામાં આયોજીત સલમાનના દા બેંગ ટુઅર પહેલા સલમાન, સોનાક્ષી, કેટરિના અને ડેજિ શાહને મીડિયા સાથે વાતચીત કરી હતી. આ તકે સલમાન બાકીના સ્ટાર્સ સાથે મીડિયાના સવાલોના જવાબ આપતો જોવા મળ્યો હતો.
મુંબઈ: 'ટાઈગર જિંદા હૈ' ફિલ્મમાં સાથે જોવા મળેલા સલમાન ખાન અને કેટરિના કૈફની મિત્રતાની આજકાલ ખૂબ ચર્ચા છે. આ બંને સ્ટાર્સ પબ્લિક ઈવેન્ટમાં ઘણી વખત સાથે જોવા મળે છે. હાલમાં જ આ બંને સ્ટાર્સ એકજ મગમાં કોફિ પીતા જોવા મળ્યા હતા.