ગુપચુપ રીતે ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો આ એક્ટર, પકડાઈ જતા....
મુંબઈઃ બોલિવૂ઼ડ અભિનેતા સલમાન ખાન 52 વર્ષના થઈ ગયા છે, પરંતુ હજુ સુથી તેમણે લગ્ન કર્યા નથી. સલમાન ખાનનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે. હાલમાં જ સલમાને જણાવ્યું કે, એક વખત તે ગર્લફ્રેન્ડને મળવા તેના ઘરે ગયો હતો અને અચાનક તેના ઘરવાળા આવી ગયા. સલમાન એટલો ડરી ગયો કે તે તિજોરીમાં સંતાઈ ગયો.
સલમાન ખાને દસ કા દમના સેટ ર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, પકડાઈ જવા પર કોઈ ઉહાપોહ ન થયો અને તે ત્યાંથી સુરક્ષિત નીકળી ગયો. જણાવીએ કે આ પહેલા સલમાને પોતાના સીક્રેટ અફેરનો પણ ખુલાસો કર્યો હતો. સલમાને જણાવ્યું હતું કે, તે સ્કૂલના દિવસોમાં પોતાના ટીચરને ફ્લર્ટ કરતા હતા. તે પોતાની સ્કૂલ ટીચરને સાઈકલથી ઘર છોડવા જતા હતા.
સલમાનના અફેર ઐશ્વર્યા રાય, યૂલિયા વંતૂર, કેટરીના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે જોડાયું છે પરંતુ ક્યારેય તેણે પોતાના અફેરની પુષ્ટિ નથી કરી. હવે તેણે પોતાની એક એવી ઘટના વિશે જણાવ્યું જેનાથી તેના ફેન્સ અજાણ હતા. સલમાને ખુદ જણાવ્યું કે, એક વખત રોમાન્સ કરવા માટે તે ગર્લફ્રેન્ડના ઘર પર ગયા હતા અને અવાજ થવા પર તિજોરીમાં સંતાઈ ગયો ગયા. જોકે તેને છીંક આવતા તે પકડાઈ ગયો હતો.