સલમાન ખાને શેર કરેલા વીડિયોમાં તેની સાથે તેનો ભત્રીજો અને સોહેલ ખાનનો દીકરો નિર્વાણ ખાન જોવા મળી રહ્યો છે. સલમાન કહે છે કે તે છેલ્લા ત્રણ સપ્તાહથી પોતાના ફાર્મહાઉસમાં ફસાયેલો છે. તેના પિતા ઘરે એકલા છે. તેણે ત્રણ સપ્તાહથી પિતાને જોયા નથી. નિર્વાણે પણ પોતાના પિતાને ત્રણ સપ્તાહથી જોયા નથી. પરંતુ તે કોરોનાના ડરથી બહાર નીકળી રહ્યો નથી.
વીડિયોમાં સલમાન અને નિર્વાણ લોકોને કહી રહ્યા છે કે જો ડર ગયા સો મર ગયા. હાલમાં પિતાનો આ ડાયલોગ લાઇફમાં ચાલે નહીં. અમે બહાદુરીથી કહી રહ્યા છીએ કે અમે ડરી ગયા છીએ. હાલમાં જે ડરી ગયો તે બચી ગયો અને બીજાને પણ બચાવશે. વધુમાં સલમાન કહે છે કે હાલમાં કોરોનાથી ડરવું જરૂરી છે. લોકોએ ઘરમાં જ રહેવું જોઇએ અથવા જ્યાં રોકાયા છો ત્યાં રહેવું પોતાના અને બીજાના હિતમાં છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ફિલ્મોના શૂટિંગ પર રોક લગાવવામાં આવી ત્યારે સલમાન ખાન પોતાના પરિવાર સાથે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં રહેવા ચાલ્યો હતો.