મુંબઇઃ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઇ રિલીઝ થઇ ચૂકી છે. ફેન્સ તરફથી આ ફિલ્મને પુરેપુરો પ્રેમ મળી રહ્યો છે. કોરોનાના કારણે ભારતમાં થિયેટર્સ બંધ છે, જેના કારણે ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે. જોકે વિદેશોમાં આ ફિલ્મ થિયેટર્સમાં જ રિલીઝ થઇ છે, અને આને ખુબ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. સલમાન ફિલ્મની રિલીઝ બાદ થોડો પરેશાન થઇ ગયો છે. 


ખરેખરમાં, રાધેને ઓટીટી પર તો રિલીઝ કરવામાં આવી છે, પરંતુ આનુ પાયરેટેડ વર્ઝન પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આવામાં લોકો કોઇપણ જાતના પૈસા ખર્યા વિના આ ફિલ્મ જોઇ રહ્યાં છે. હવે મેકર્સને આની સૂચના પણ સાયબર સેલને આપી દીધી છે. સલમાન ખાને ખુદ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આવા લોકોને ચેતાવણી આપી છે, જે ઇન્ટરનેટ પર આનુ પાયરેટેડ વર્ઝન લીક કરી રહ્યાં છે. આની સાથે દબંદ ખાને દર્શકોને પણ ચેતવ્યા છે કે આવામાં ફિલ્મને ના જુઓ કેમકે આનાથી તેમની પણ મુશ્કેલીઓ વધી શકે છે. 


સલમાન ખાને પોતાના ટ્વીટર પર એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં ચેતાવણીને સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. સલમાન ખાને લખ્યું- અમે તમને ફિલ્મ રાધે વ્યાજબી ભાવે 249 રૂપિયા પ્રતિ વ્યૂ પર જોવાનો મોકો આપ્યો છે. આમ છતાં કેટલીક પાયરેટેડ સાઇટ્સ રાધેને ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ કરી રહ્યાં છે, જે એક ગંભીર ગુનો છે. સાયબર સેલ આવી તમામ ગેરકાયદે પાયરેટેડ સાઇટ્સ વિરુદ્ધ એક્શન લઇ રહ્યું છે. કૃપા કરીને આવી પાયરેસીનો ભાગ ના બનો નહીં તો સાયબર સેલ તમારી વિરુદ્ધ પણ એક્શન લેશે. કૃપા કરીને સમજવાની કોશિશ કરો, તમે સાયબર સેલની મુશ્કેલીઓમાં ફસાઇ શકો છે. 



સલમાન ખાની ફિલ્મ વિદેશોમાં પણ બૉક્સ ઓફિસ કલેક્શન કરી રહી છે. ઓસ્ટ્રેલિયામાં બીજા દિવસે રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડની કમાણી લગભગ 53.93 લાખ રૂપિયા થઇ, અને ન્યૂઝીલેન્ડમાં ફિલ્મએ 9.97 લાખ રૂપિયા કમાયા. ઓસ્ટ્રેલિયામાં ફિલ્મને 69 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી, અને ન્યૂઝીલેન્ડમાં ફિલ્મ 26 સ્ક્રીન પર રિલીઝ થઇ હતી.