બીજી બાજુ એબીપી ન્યૂઝને એ વાતની જાણકારી પણ મળી છે કે સંજય દત્ત સારવાર માટે અમેરિકાના મેમોરિયલ સ્લોઆન કેટરિંગ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે, પરંતુ મુશ્કેલી એ છે કે સંજય દત્ત પાસે અમેરિકાના વીઝા નથી અને તે મુંબઈ બ્લાસ્ટમાં સજા ભોગવી ચુકેલ અપરાધીમાં સામેલ છે.
એવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે મેડિકલ ગ્રાઉન્ડ પર સંજય દત્તને અમેરિકાના વીઝા મળી જાય. પરંતુ અમેરિકાના કડક કાયદાને જોતા જો તેને અમેરિકામાં સારવાર માટે મંજૂરી ન મળે તો તે સારવાર માટે સિંગાપુર પણ જઈ શકે છે, જે તેના માટે બીજો વિકલ્પ છે. જોકે તેને લઈને પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ વિકલ્પ તરીકે સિંગાપુરમાં સારવાર માટે જઈ શકે એવી એબીપી ન્યૂઝને જાણકારી મળી છે.